________________
૧૧૦
ન પડવું જોઈએ. તેમણે શરીર સાચવવું પડશે, દૈવી વારસો સાચવવો પડશે તેમ જ વ્યાપક ધર્મને પાળશે જે તેમને આગળ લઈ જશે.
અનુબંધ શબ્દમાં ચાર અક્ષરે છે. “આથી સાધુસંસ્થા, “તુથી લોકસેવક સંસ્થા, “બથી લોકસંસ્થા અને “ધ”થી રાજ્ય સંસ્થા લઈએ અને એ રીતે જોડાણ કર્યા વિના છૂટકો નથી. * વ્યક્તિગત કલ્યાણ માટે એકાંતમાં જીવન ગાળનારનું ભાવિ પણ કલ્યાણકારી સમાજને લીધે જ બને છે. ઈસુએ પ્રાર્થના અને સવપ્રાર્થનાને સુયોગ સાધેલ તે પ્રાણ, પરિગ્રહ, પ્રતિષ્ઠા હોમવા તૈયાર જ રહેતા, સમાજમાં ખૂટતુ તે ટેકરી ઉપર જઈ ઉપદેશ આપી પૂરતા અને સમાજ તૈયાર થતો.
ભગવાન શ્રી કૃષ્ણને ગોવાળીયાઓએ પૂછેલું તેના જવાબમાં કહેલું : “મારા જીવન પરથી જ જોઈ લ્યો. અપકાર ઉપર ઉપકાર કરે તેમાં જ મહત્તા છે “ગાંધીજીએ સાચું સાધુત્વ કેવું છે તે વગર બેલે આચરીને જીવન વડે બતાવી આપ્યું હતું. એ અકર્મણ્યતા છે
પૂ. દંડી સ્વામી : “જ્ઞાની ને કર્મ ન હોય” એમ કહેનારા સાચા આચાર્યો કે વિદ્વાનનું આચરેલું– કહેલું કરતા નથી. જગદ્ગુરુ શંકરાચાર્ય પલાંઠી વાળીને બેઠા થોડા જ રહ્યા હતા ? ૩૨ વર્ષમાં કેટલાં કામ એમણે કર્યા હતાં? દિવાળીમાં બાળકો મેરૈયું લઈને ફરે છે તેમ સન્યાસીઓ નિવૃત્તિના નામનું મેરૈયું લઈને ફરે છે. જે નિવૃત્તિ જ હોય તે ઝાળી લઈને મધુકરી માટે કેમ જાય છે? મળ-મૂત્ર વિસર્જન તેમ જ ગમનાગમનની પ્રવૃત્તિ કરવા છતાં પરકલ્યાણની પ્રવૃત્તિ ન કરવાની વાત “ વાતવ્યાધાત” જેવી છે.
એ જરૂર છે કે નિષ્કામ કર્મયોગ કરે કે ફળની આશા ન રાખે પણ સ્વાર કલ્યાણને સ્પષ્ટ માર્ગ લીધા સિવાય કેમ રહી શકે? નિવૃત્તિમય પ્રવૃત્તિવાળે એ જ સાચે સાધુ છે, અને આવા સાધુઓની સંસ્થા એ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com