________________
૧૧૮
અને આરોગ્ય વ. રાહતની પ્રવૃત્તિઓમાં ] ભરાઈ રહે તેના કરતાં સર્વાગી સક્રિય માર્ગદર્શન એકેએક ક્ષેત્રમાં આપે છતાં અપ્રતિબદ્ધ પ્રવાસી અને નિર્લેપ રહે તે જરૂરી છે.
સાધુસંસ્થા ક્યારે જાગશે?
શ્રી. બળવંતભાઈ : “ચંદ્ર જેવી શીતળ વત્સલતાવાળાં, સર્વનું હિત ચાહનાર, ગરીબ-અમીર હરેકને પ્રબોધનારા, દલિત અને નારી જાતિના ઉદ્ધારક, ચંડકૌશિક જેવા સર્વને પણ ઉદ્દબોધનારા ભગવાન મહાવીર સમા સાધુપુરૂષોના અનુયાયી સાધુ સાધ્વી આજની કટોકટી છતાં કેમ નિષ્કિય છે ? દયાનંદ, રામતીર્થ, વિવેકાનંદને નિહાળનારા વૈદિક સન્યાસીઓ જાગતા કેમ નથી ?
સ્વામી વિવેકાનંદે તે એકાંતમાં સાધના કરી મેક્ષ મેળવનાર સાધુશિષ્યને સાફ કહ્યું હતું : “સ્વાર્થના સ્વર્ગ કરતા પરાર્થનું નરક સારૂં છે.” અધિકાર વગર મેક્ષની વાત કરશે તે સ્વર્ગ પણ એક બાજુ રહેશે. મેક્ષની વાત તો અલગ જ છે.”
ઉગાકાઠીએ ગુણાતીતાનંદનું અપમાન કર્યું છતાં તેમના ગુરુ સહજાન દે શ્રાપ આપવાને બદલે કહ્યું : “એમને એક એવું પુત્રરત્ન પેદા થાય જે સાધુઓની સાચી સેવા કરે !”
કયાં આમ અપમાન વેઠીને પણ ભલું કરનારા ? અને કયાં આજે બોલે એક અને સમાજથી ડરીને સ્પષ્ટ અભિપ્રાય પણ ન કહી શકનારો ? આશા રાખીએ કે સાધુસંસ્થા જાગશે અને હિંમતવાન થશે. અનાયાસે કરવાનું કાર્ય
શ્રી. ચંચળબેન : જગત આગળ વધી રહ્યું છે. કર્મકાંડ કે વેશને મહત્વ ન આપતાં સાધુસાધ્વીઓએ સાચા ધર્મનું માર્ગદર્શન કરવું જોઈએ. ગૃહસ્થાશ્રમીની મર્યાદા હેઈને તેઓ ન કરી શકે તેવું
સ્વ–પર કલ્યાણનું કાર્ય સાધુસંસ્થા અનાયાસે કરી શકે, તેમાં પાછા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com