________________
૧૩૦
રાજસ્થાનમાં કર્મચંદ બછાવતે, બીકાનેરમાં મહારાણુ શંભુસિંહજી અને સ્વરૂપસિંહજીના વખતમાં મેવાડમાં નગરશેઠ ચંપાલાલજી વગેરેએ રાજ અને પ્રજ બન્નેને પ્રેરણા આપી હતી. આ બધું કાર્ય કોઈપણ બક્ષિસ કે ઈનામની લાલચ વગર તેમણે કર્યું હતું.
દિગંબર આચાર્યો અને દક્ષિણ પ્રાંત:
કહેવાય છે કે આચાર્ય ભદ્રબાહુ અને શુલિભદ્રજીને પ્રભાવ ચંદ્રગુપ્ત મૌર્ય ઉપર ઘણો જ પડેલો. તેના સમયમાં ભયંકર દુકાળ બાર વર્ષને પડ્યો હતે. તે વખતે સર્વપ્રથમ જન આચાર્યો અને શ્રમણ સંઘોએ પૂર્વ અને દક્ષિણ તરફ પ્રવાસ શરૂ કરેલ. ભયંકર દુકાળ વખતે ઘણા બૌદ્ધભિક્ષુઓ માંસાહાર કરતા થઈ ગયા હતા પણ જૈન સાધુઓએ અનશન કરીને પ્રાણોનાં બલિદાન આપી ધર્મ માર્ગને ઉજજવળ કર્યો હતો.
એ વખતે દક્ષિણમાં ઘણા જૈનાચાર્યો ગયા હતા. સાથે જેને પણ ગયા હતા. ચદ્રગુપ્ત મૌર્ય પણ દીક્ષા લઈને ત્યાં ગયો હતો એ ઉલ્લેખ દક્ષિણના જૈનગ્રંથોમાં મળે છે. આ જૈનાચાર્યોએ દક્ષિણની સંસ્કૃતિને ન કેવળ બદલી નાખી પણ સાધુસંસ્થાની નવી જ્યોતિ આપી અને અહિંસા, સત્યનો પૂટ એટલો પ્રબળ પણે આપો કે દક્ષિણમાં સાહિત્ય-સંસ્કૃતિના આદ્યસર્જક તરીકે જૈનાચાર્યોનાં નામ આવે છે. “તિરૂકુલુર” નામને બ્રાહ્મણ-ધર્મ ગ્રંથ સંપૂર્ણપણે જૈનદર્શનની છાપ લઈને તૈયાર થયું છે.
લેહાચાર્ય અને અગ્રવાલ:
એવી જ રીતે લોહાચાયૅ અગ્રવાલ જ્ઞાતિની સ્થાપના કરી, સંયુકત પ્રાંત, પંજાબના પ્રદેશમાં ઘણું લોકોને ધર્મ માગે પ્રેર્યા છે. એવી જ રીતે ડીસાવાલ, પહલીવાલ તેમજ દિગંબર જેનામાં ખંડેલવાલ વગેરે : જ્ઞાતિએ આચાર્યોએ આ દૃષ્ટિએ જ સ્થાપી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com