________________
૧૨૦
સાધુ–સંસ્થા છે. તેઓ ધર્મ અને મેક્ષને મુખ્ય ગણે છે ત્યારે ગૃહસ્થ અર્થ અને કામને, એટલે જ જે ગૃહસ્થ ન કરી શકે તે સાધુ કરી શકે છે એ વાત યોગ્ય જ છે. તે માટે પણ તેમણે અકર્મયતાને ખંખેરીને સ્પષ્ટ માર્ગ અપનાવવો જોઈએ. એજ ખરે ધર્મ છે
શ્રી. દેવજીભાઈ: “સવારે પૂ. નેમિમુનિએ બતાવેલો સર્વક્ષેત્રે ધર્મમય પ્રેરણું આપવી એ જ સાધુ-સાધ્વીઓને સ્વધર્મ છે. એક કાળે વર્ણવ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્રો સહુ પોતપોતાનું કામ કરી લેતા અને પ્રશ્નો ઉકેલી લેતા. એ વખતે ઇશારે કે સૂત્રઉચ્ચાર જ બસ હતો. તે છતાં તેઓ સજાગ તો રહેતા હશે જ.
આજે આંખ આડા કાન થયા છે. તેથી બધાં ક્ષેત્રે બગડયાં છે. આજે તેઓ ન જાગે તો ગૃહસ્થ સાધક-સાધિકાઓએ પણ તેમને જગાડવા પડશે જ. દરેક ક્ષેત્રમાં સ્પષ્ટ માર્ગની પ્રેરણા આપવાની છે. સાધક સાધિકાઓ માટે નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ જોઈએ અને સાધુ સાધ્વીઓ માટે પ્રવૃત્તિલક્ષી નિવૃત્તિ હોવી જોઈએ. આટલું સમજાય અને પ્રવૃત્ત થવાય તો ઘણે બગાડ આપોઆપ સુધરી જશે; અને ઘણું મોટું કામ થશે. બીજા ધર્મોનું સાહિત્ય પણ સાધુ-સાધ્વીઓએ ઉંડાણથી જેવુંવિચારવું પડશે. જેના–મોમાં “સ્વમત તથા પરમત” જાણનાર તરીકે સાધુજીને ગણવામાં આવ્યા છે. આજના યુગમાં જીવનનો પ્રારંભિક અભ્યાસ શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે જ્યારે વિજ્ઞાન, ઈતિહાસ વગેરે જરૂરી ગણાય છે ત્યારે સાધુ-સાધ્વીઓ માટે જગતના પ્રવાહે જાણવા માટે કેટલા બધા અભ્યાસની જરૂર છે? આજે સુંદર ટાણું છે તે ફરી મળવાનું નથી. લેકહિત માટે સાધુજીવન અને સાધુસંસ્થા:
શ્રી. બ્રાચારીખ : “અંગત સાધનામાં જીવન સમાપ્ત કરવું કે માની લેવું તે પાયાની જ ભૂલ છે. ખરી રીતે તે લોકહિત માટે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com