________________
૧૨૪
તે પ્રધાનમંત્રી હતો. તે ઘણી બાબતોમાં સ્પૃહા-રહિત હતા. તેના પૂર્વજો પણ એજ જ્ઞાતિના હતા. તેમાં પણ મહામંત્રી નીનુશાહ, તેમને પુત્ર મહામંત્રી લહેરશાહ, તેમને પુત્ર મહામંત્રી વીરશાહ, તેમના બન્ને પુત્ર મંહામંત્રી નેઢશાહ અને વિમલશાહ આમ વંશપરંપરાથી મહામંત્રી થતા આવ્યા..
વિમલ શાહે રાજનીતિને દૂષિત તેમજ કાવાદાવાવાળી બનાવનાર કાવત્રાખોરોને પડકાર્યો. તેણે રાજ્યને ધર્મ અને નીતિના તોથી પવિત્ર રાખવાનો પ્રયત્ન કર્યો. તે વખતે ચંદ્રાવતી નગરીમાં આબુને ધંધુકરાજ રાજ્ય કરતો હતો. તે ભીમદેવને ખંડિયો રાજા હતા. બંને વચ્ચે વૈમનસ્ય થતાં ધંધુક રાજ ધારાનગરીના ભોજ પરમારના પક્ષમાં ગયા. તેથી ભીમદેવે વિમલશાહને આબુને રાજ્યપાલ (દંડાધિપતિ) નીખ્યો. તે વખતે ભીમદેવ એકવાર ધંધૂક ઉપર ગુસ્સે થયો ત્યારે વિમલશાહે પિતાની કુનેહથી ધંધુકને ચિતેડથી આબુ આપે અને ભીમદેવને પણ પ્રસન્ન કર્યો અને એક મેટું યુદ્ધ થતાં અટકાવ્યું.
થોડા વર્ષો પછી ધંધુકરાજની આજ્ઞાથી વિમલશાહે વિ. સં. ૧૦૮૮ માં “વિમલ વસહિ” નામનું મંદિર આબુ ઉપર બંધાવ્યું. એમાં વિપૂલ સંપત્તિ ખર્ચ કરી. આજે પણ કલાના અદ્દભુત નમૂના રૂપે
એ સુપ્રસિધ્ધ છે. તેણે, જૈનધર્મી હોવા છતાં, અન્યાય નિવારણ અર્થે ઘણું યુધ્ધમાં ભાગ લીધો હતો અને બહાદુરીને અજબ પરચો સહુને બતાવ્યો હતો. તેણે ઘણું રાજાને સહાય પણ કરી હતી. સિંધુરાજાના દારૂણ યુદ્ધમાં તેણે મોટી સહાય કરી હતી. સ્થ૮ રાજાને ત્રણ દિવસમાં હરાવી કેદ કરીને તેનું અભિમાન ભાંગી નાખ્યું હતું. પરમાર રાજા પણ હારવાના ભયે ગિરિદુર્ગમાં ગયો હતો. માલવા નરેશ સાથેના યુદ્ધમાં એણે સેનાપતિ બનીને વિજય મેળવ્યો હતો. નલ નગરના રાજાએ તે તેને સિંહાસન અને દિલ્હી નરેશે તેને છત્ર આપ્યું હતું.
તે ન્યાયને જમ્બર હિમાયતી હતે. એટલે ભીમદેવ રાજાએ જ્યારે દાંડ અને કાવત્રાખેરેને પક્ષ લેવો શરૂ કર્યો ત્યારે તેણે રાજાને ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો પણ રાજા ન માનતાં પિતાની નોકરી મૂકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com