________________
૧૧૬
(લેકસેવકો) કે લોકોને મુસ્લિમ-રાજ્ય સમયે પ્રેર્યા નહીં. પરિણામે તેઓ રાજ્યના હાથા બન્યા અને લાખ લોકોની કતલ થઈ લૂંટફાટ થઈ છતાં કંઈ ન કરી શક્યા અને અત્યાચાર મૂંગે મેંઢે સહન કરી લીધે.
યુરોપમાં ધર્મગુરુઓની વિરૂદ્ધ પ્રવૃત્તિ હતી ત્યારે ભારતમાં બેટી નિવૃત્તિ હતી. પરિણામે બને સ્થળે વિશ્વ-યંત્રો બગડ્યાં અને ધર્મગુરુઓએ તેને સુધાય નહીં; એને લઈને અવ્યવસ્થા થઈ.
આજે તે ધર્મગુરુઓએ ઇતિહાસ ઉપરથી બેધપાઠ લઈને સ્પષ્ટ માર્ગની પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે તો જ બગડેલું વિશ્વયંત્ર સુધરી શકશે. એકવાર એ સુધરીને ચાલુ થઈ ગયા બાદ સાધુસંસ્થાને માત્ર નિરીક્ષણ કે ઈશારે કરવાનું ઘણું થશે, અને એ પણ વખત આવી શકશે કે –
"गुरोस्तु मौनं व्यारव्यानं शिष्यास्तु छिन संशया :"
–એટલે કે ગુરુઓના મૌનથી પણ શિષ્યો -(સમાજ)ના સંશયો નાશ પામશે. એ સમય નિવૃત્તિ પ્રધાન હશે. પણ આજે તે ઉદાસીનતા કે ઉપેક્ષા વાળી ખોટી નિવૃત્તિ અનિષ્ટોત્તેજક, પ્રમાદવર્ધક અને સ્વ તેમજ પર માટે ઘાતક સિદ્ધ થશે.
સંત વિનોબાજીનું કહેવું છે કેઃ “ભમરડો જ્યારે ખૂબ જ વેગથી ફરે છે ત્યારે નિશ્ચળ અને નિવૃત્ત દેખાય છે. જ્યારે સ્થિર થવા માંડે છે ત્યારે ફરતો –( પ્રવૃત્તિ કરતો) જણાય છે. એવી જ રીતે સાધુસંસ્થાએ આજે બગડેલા અનુબંધે સુધારવા અને તૂટેલા જોડવા માટે ઉગ્ર પાદવિહાર કરી લોકઘડતરનું કાર્ય સાધી, સમાજને સ્વસ્થ કરવા એટલી જેશથી પ્રવૃત્તિ આદરવી પડશે કે તે પ્રવૃત્ત છતાં નિશ્ચળ લાગે અને જે તે નિવૃત્ત થવા લાગે તે સમાજને તે દોષથી ઘેરાયેલો, આળસુ અને અકર્મય લાગશે. આજે અનુબંધનું કામ એટલું બધું છે કે તે જિંદગીભર સતત રહેશે. કારણ કે વિશ્વયંત્ર સુધરશે તેમ પાછું બગડશે અને ફરી તેને સુધારીને ચાલુ કરવું પડશે. આમ બગડવાની અને સુધારવાની ક્રિયાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com