________________
૧૧૫
એને અર્થ એ છે કે જ્યાં જે પ્રમાણે ખૂટતું હોય ત્યાં તે વસ્તુ તેણે ભરવી જોઈએ. એને જ અનુબંધનું કામ આપણે કહીએ છીએ. નિવૃત્તિ કયારે ?
કોઈ કહેશે કે સાધુએ નિવૃત્તિ ક્યારે કરવી જોઈએ ? એને જવાબ એ છે કે પ્રવૃત્તિમાં પડ્યા પછી દેષ લાગવાની સંભાવના હોય ત્યારે નિવૃત્તિ કરી શુદ્ધિ કરવી જોઈએ. એક મશીન ચાલુ હોય તે તેને એજીનીયર નિવૃત્ત હોય પણ તે બગડે કે અટકે તો તેણે જઈને સુધારીને ચાલુ કરવું જ જોઈએ. એવી જ રીતે વિશ્વયંત્રને એજીનીયર સાધુ, તે ચાલે ત્યારે માત્ર નિરીક્ષણ કે ચોકી જ કરશે પણ જ્યારે વિશ્વનું યંત્ર બગડ્યું હશે, હિસાદી અનિષ્ટોના કારણે અવ્યવસ્થા ઊભી થઈ હશે ત્યારે તે ક્ષણને પણ પ્રમાદ ર્યા વગર તેને સુધારવા પ્રયત્ન કરતો રહેશે. જે તે વખતે જરા પણ પ્રમાદ કરશે તો તેનું કહુફળ તેને અને સમાજને ભોગવવું પડશે. યુગની માંગ
આજના યુગે તે વિશ્વ યંત્ર ઘણું બગડયું છે, ત્યારે સાધુસંસ્થાએ યુગની માંગ પ્રમાણે તેને સુધારવા, સિધ્ધાંત અને મર્યાદા જાળવીને ઝંપલાવવું જ પડશે.
આ યત્ર ઘણું સમયથી બગડી રહ્યું છે. ઈતિહાસના પાને યુરેપને ઇતિહાસ જોતાં એ જણાઈ આવશે કે જ્યારે એ રીતે સાધુસંસ્થાએ સમયસર નહિં ઝંપલાવીને રાજ્યાશ્રયે જવું પસંદ કર્યું તેથી તે લોકો અને લોકસેવકોને જાગૃત ન કરી શકી. પરિણામે ધર્મસંસ્થા, રાજયના હાથા રૂપે બની ગઈ અને રાજાઓ ધર્મના નામે રાજ્ય વધારવા માટે લાખની કતલ કરવા લાગ્યા તોયે તેના સભ્ય કાંઈ ન બોલ્યા. રાજાને તેઓ કંઈ પણ સત્ય ન કહી શક્યા; પરિણામે god save the king” ની પ્રાર્થના શરૂ થઈ ગઈ.
એવી જ રીતે ભારતમાં જે સાધુઓ હતા તેમણે બ્રાહ્મણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com