________________
૧૧૩
આત્મગુણોને પ્રચાર તો કરવો જ પડશે. આત્માની સાથે શરીર છે ત્યાંસુધી બધા વહેવાર કરવા જ પડે છે. આ વહેવારોમાં પોતાની સાથે લાગેલાં અનિષ્ટો પાપાશ્ર દૂર કરવા, કર્મ ખપાવવા (નિર્જર) અને કમ રોકવાની (સંવરની) વાત વિશ્વાત્મ-રક્ષામાં આવી જાય છે. તે તેણે કરવાની જ છે. જે એ રીતે સમાજમાં ગુણોની પ્રતિષ્ઠા નહીં કરે તો હિંસાદિ તો ફાલશે-કૂલશે અને તેનું આત્મકલ્યાણ અદ્ધર જ રહી જશે. તે ઉપરાંત “ ”ના સિદ્ધાંત પ્રમાણે વિશ્વના બધા આત્માઓ સમાન હેઈને આત્માનું એકત્વ સાધવામાં સ્વકલ્યાણ પર કલ્યાણને ભેદ જ રહેતું નથી. તે પરકલ્યાણ કરશે તે પણ સ્વકલ્યાણ જ થઈ જશે. પરમાર્થ સ્વાર્થ બની જશે. પછી જેમ માતા પિતાનાં બાળકોનાં દુઃખને પોતાનું દુઃખ ગણું દૂર કરવા દોડે એમ સાધક વિશ્વને પિતાનું બાળક માની, વિશ્વનાં બધાં ક્ષેત્રમાં જે દેષ હશે તેમને પિતાનાં માની તેને દૂર કરવા લાગી જશે.
એવું તો નથી કે જિદગીના પ૬-૬૦ વર્ષ કે પાંચ સાત જન્મ સ્વરિયાણમાં કાઢયા અને પછી પરકલ્યાણ માટે ના કાળ ગણવામાં આવે ! એ તો અશક્ય છે. સ્વકલ્યાણ અર્થે સાધુ થયા અને એની સાથે જ પરકલ્યાણ પણ ચાલુ થઈ જાય છે. જે તે પરકલ્યાણ ન કરે તે તેના અહિંસા સત્યાદિ ગુણોની સાધનાની કસોટી ક્યારે થાય? એ ત્યારે જ થાય જ્યારે તે સમાજના સંપર્કમાં આવી તેનું ઘડતર કરવા અને સ્વસ્થ-સમાજના નિર્માણ અંગે તેને પ્રયોગ કરે!
એટલું ખરું કે “હું જ પરકલ્યાણ કરૂં છું!” એ અહંભાવ સાધુમાં ન હોવો જોઈએ. પણ આત્મવિકાસ માટે “પરકલ્યાણ” કરવું એ મારી નૈતિક અને પવિત્ર ફરજ છે એમ માની તેણે પિતાની મુક્તિ સાથે જગતમુક્તિ માટે પણ પ્રવૃત્તિ કરવી જોઈએ. અનુબંધમાં દોષ કે બંધન છે? “
જે કે ભગવાન મહાવીરે પિતાનું આખું જીવન “અનુબંધમાં દરેક ક્ષેત્રોમાં ધર્મને જોડવામાં વીતાવ્યું તે છતાં કેટલાક લોકોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com