________________
૧૧
કે સાધુસંસ્થા તે સ્વકલ્યાણ માટે જ છે. પરકલ્યાણ એનું ધ્યેય નથી. આ સંબંધમાં અગાઉ ઘણી ચર્ચા થઈ ચૂકી છે તે છતાં અહીં ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધને દાખલો આપ બસ થશે. જે તેમણે સ્વકલ્યાણ જ ધ્યેય રાખ્યું હોત તો સંઘ સ્થાપના ન કરત. તેમાં પણ સાધુ-સાધ્વી, શ્રમણોપાસક અને શ્રમણોપાસિકાને અનુબંધ સૂચવ્યો ન હત. ભગવાન મહાવીરને તે કેવળજ્ઞાન થઈ ચૂકેલું, અને જે એકાંત સ્વકલ્યાણ ધ્યેય હેત તે તેમણે શા માટે ત્યારબાદ ત્રીસ વર્ષ સુધી વિહાર કર્યો, ચાતુર્માસ કર્યા અને લોકોને માર્ગદર્શન આપ્યું? એવી જ રીતે ભ. બુદ્ધ પણ ૪૨ વર્ષ સુધી સંયમ પાળ્યો અને તે પણ વિહાર કરી, ઉપદેશ આપી, સંઘ રચીને ! જે સ્વકલ્યાણ જ ધ્યેય હોત તો બન્ને સાધુસંસ્થાને સ્પષ્ટ આદેશ આપત કે વિહાર, ચાતુર્માસ, ઉપદેશ વગેરેની કશી પણ જરૂર નથી. એ ઉપરાંત સ્વકલ્યાણ તે ગૃહસ્થ વેશે પણ “ગૃહસ્થ લિંગસિદ્ધા” પ્રમાણે થઈ શકતું હતું, તે મુનિદીક્ષા લેવાની અને સમાજ (સિંધ) સાથે અનુબંધ જોડવા-સુધારવાની વાત ન આવત. એટલે માત્ર સ્વકલ્યાણથી જ સાધુસંસ્થાની ઉપયોગિતા સિદ્ધ થતી નથી. પરકલ્યાણ (વિશ્વકલ્યાણ) એની સામે મુખ્ય રહેશે. માટે જ તેના અનુસંધાનમાં સાધુઓને છકાયના પિયર અને નાથ કહેવામાં આવ્યા છે.
શાસ્ત્રોક્ત દાખલાઓ પણ આ અંગે ઘણું મળી આવે છે. જયઘોષ મુનિ અને વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞ અંગે સ્વપકલ્યાણ સંબંધી લાંબો સંવાદ ચાલે છે. અંતે વિજયષને સંદેહ મટતાં તે કહે છે –
जे समत्था समुद्धतुं परमपाणमेव च। तेसिं अन्नमिणं दयं, मो भिकरव् सव्वकामियं ॥
જે પિતાના તથા બીજાના (વિશ્વના) આભાને ઉદ્ધાર કરવા સમર્થ હોય તેને જ આ સર્વ રસમુક્ત ભોજન આપીશ. ભિક્ષુ–મહામુનિ આપ તેમ કરવા સમર્થ છે માટે તે ગ્રહણ કરે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com