________________
૧૧૦
ચિતવી શકે છે. જ્યાં જ્યાં આત્મ-ગુણોને ઘાત રાગ-દ્વેષ, મોહ, ઘણું, ભય-મિથ્યાદષ્ટિ દ્વારા થતા હોય ત્યાં સાવધાન રહીને સંવરનિર્જરા વડે તેને રોકી શકે છે, બીજાને પણ આ માર્ગે પ્રેરી શકે છે.
ઘણા લોકો એમ કહેશે કે વળી આ આરોગ્યની વાત ક્યાં સાધુસંસ્થા સાથે જોડે છે? પણ સાધુસંસ્થાનું નિર્માણ સ્વસ્થ સમાજ માટે થયું છે. જેનેની વીસ તીર્થકરની સ્તુતિમાં તે સાફ કહેવામાં આવ્યું છે – __ आरुग्ग बोदिलाभं समादिवरमुत्तमं किंतु
એટલે કે ભાવ આરોગ્યને બોધલાભ અને ઉત્તમ સમાધિનું પ્રદાન કરે ! એટલે એ તે પરંપરાગત સાધુસંસ્થાએ કાર્ય કરવાનું છે.
જ્યાં જ્યાં શારિરીક, માનસિક કે આધ્યાત્મિક આરોગ્ય બગડતાં હશે કે જળવાતાં નહીં હોય ત્યાં ત્યાં તેમણે એ અંગે ઉપદેશ, પ્રેરણા, માર્ગદર્શન અને સ્પષ્ટ આદેશ આપીને સાર્વજનિક સ્વાધ્યને સુધારી જાળવી રાખવું પડશે. જેથી જગતમાં શાંતિ-સમાધિ અને વ્યવસ્થા પ્રવર્તે.
આ પ્રવૃત્તિ પણ સ્વધર્મની છે; આજે અગત્યની છે અને સાધુસંસ્થાને ફાવટની છે. તેમાં કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પ્રતિબંધ નથી આવતો, એટલું જ નહીં, વ્રત-નિયમ, સંયમ, બ્રહ્મચર્ય વગેરે ગુણોને પ્રચાર સાધુસંસ્થા કરે છે જે સાર્વજનિક સ્વાથ્ય માટે જ છે.
આમ આ પાંચેય પ્રવૃત્તિઓ સ્પષ્ટમાર્ગની પ્રરૂપિત છે અને તેને ચારે કસેટીએ કરવાથી તે દરેક યુગે જરૂરી મહત્વની અને સ્થાયી રૂપે કરવાની છે. તેથી જ સાધુસંસ્થાની ઉપયોગિતા સિદ્ધ થશે. ભ. મહાવીરે પણ સાધુસંસ્થા માટે સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. સ્પષ્ટ માર્ગ વિષે સેવાતા મે અને સદેહે
સ્પષ્ટ માર્ગ વિષે ઘણા અધ્યાત્મવાદીઓ લોકોમાં ઘણું ભ્રમ ફેલાયેલા છે. કેટલાક એમ માને છે ખાસ કરીને એકાંત નિવૃત્તિવાદીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com