________________
૧૦૮
એ માટે સાધુસંસ્થાને સરકારી કાયદા કાનૂન, પોલિસતંત્ર કે સશસ્ત્ર સેનાને આશ્રય લેવા-લેવડાવવાની જરૂર નથી. તેણે અહિંસક પ્રક્રિયા દ્વારા ન્યાય આપવા–અપાવવાનું કાર્ય ગોઠવવાનું છે. સાધુસંસ્થાને લોકો ઉપર એટલો બધો પ્રભાવ છે કે સાધુઓ જે જરાક ન્યાય-ભાવનાને વેગ આપે તે ઘણા ઝઘડાઓનું સમાધાન થઈ શકે છે. ઘણીવાર એવું સંભળાય છે કે અમુક ગામના બે પક્ષેએ અમક મહારાજ સાહેબની હાજરીમાં સમાધાન કરી લીધું. આ સાધુસંસ્થાને સ્પષ્ટ પ્રભાવ છે. અલબત એ માટે ઘણીવાર સાંપ્રદાયિક-મોહ, પ્રતિષ્ઠા વગેરેને ત્યાગવા પડે.
તે સિવાય પણ આજના જીવનમાં ગેર-વ્યવસ્થા આવી ગઈ છે. તેને દૂર કરવી તે પણ સાર્વજનિક ન્યાયમાં આવે છે. માનવ જીવનના તે-તે ક્ષેત્રે તે–તે યોગ્ય અધિકારી સંસ્થાઓ પાસે રહે તો જ બધી સંસ્થાઓને અને પ્રજાને સાચો ન્યાય મળી શકે. આજે અનુબંધ પ્રમાણે ચારેય સંસ્થાઓનું યોગ્ય સ્થાન નથી રહ્યું. રાજ્ય સંસ્થાએ પ્રભુત્વ જમાવ્યું છે અને સાધુસંસ્થાનું સ્થાન પાછળ ગયું છે. તે સર્વપ્રથમ સાધુસંસ્થા, પછી લોકસેવક સંસ્થા, પછી લોકસંસ્થા અને ત્યારબાદ રાજ્ય સંસ્થા આવે એ માટે સાધુસંસ્થાએ સતત કાર્ય કરવું પડશે. યોગ્ય સંસ્થા એગ્ય સ્થાને આવે, બીજી અગ્ય સંસ્થા તેનું સ્થાન ન પચાવી પાડે તેની પણ તકેદારી રાખવી પડશે.
આ કાર્ય પણ અગત્યનું છે. અને આ કામ વિશ્વકુટુંબી સાધુસંસ્થા સિવાય અન્ય સંસ્થા કરી શકે તેમ નથી; તેમજ આ કાર્ય કરતાં દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ કે કાળનાં બંધને નડતાં નથી. તેમજ આ કાર્ય સાધુસંસ્થાની ફાવટનું છે કારણ કે પરંપરાગત એને ભાગે એ આવેલું સ્વધર્મનું કાર્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com