________________
૧૧ર
મુનિ તેને કહે છે : “મને ભિક્ષાથી મતલબ નથી. હું તે એટલા માટે આવ્યો છું કે તું સંયમ માર્ગની વહેલી તકે આરાધના કર!” અહીં મુનિ સામાજિક મૂલ્યોને સુધારવા આવ્યા હતા. એટલે સ્વની સાથે પરકલ્યાણ સાધુસંસ્થાનું ધ્યેય જ છે.
સ્થાનાંગ સૂત્રમાં સ્થવિર કલ્પી અંગે કહેવામાં આવ્યું છે કે –
'चत्तारि पुरिस जाया पणत्ता तंजहा-आवाणुकंपए नाम मेगे णो पराणुकंपए, पराणुकंपए णाममेगे णौ आयाणुकंपए, एगे आयाणुकंपए वि पराणुकंपए वि, एगे णो आयाणुकंपए णो पराणुकंपए वित्ति।
–ત્યાં માત્માનુષ્પ ને અર્થ “માર્નાહિત પ્રવૃત્ત કરવામાં આવ્યો છે. તેમ જ પાનુષ્પ સમાપક્ષો દ્વારા સો (પરહિતપ્રવૃત્ત:) મૈિતા કહ્યું છે. (વપરાનુ૫) ૩મયાનુક્રમ્પ વિરq उभयाननु-कम्पकः पापात्मा कालसौकरिकादिरिति ।
આ પાઠ વડે જાણું શકાય છે કે સ્થવિરકલ્પી સાધુ એ છે કે જે સમાજની વચ્ચે રહી સાધના કરે અને પિતાનું ધ્યેય તથા જવાબદારી સમજી સ્વ તથા પરકલ્યાણ કરે છે. આમ જાણી શકાય છે કે અધ્યાત્મ-માર્ગના સહુથી શ્રેષ્ઠ પ્રણેતા જૈનધર્મના તીર્થંકર ભગવાન મહાવીરે પણ સ્પષ્ટ માર્ગ અપનાવવાનું કહ્યું છે! પરકલ્યાણમાં ઘર ચૂકી જવાશે? - કેટલાક એમ કહે છે કે સાધુએ પહેલાં સ્વ-(પિતાનું) કલ્યાણ કરવું જોઈએ. તેમ ન થાય તો પરકલ્યાણ કરવા જતાં તે ઘર ચૂકી જશે. આ ભય ખોટો છે. જે સ્વ કલ્યાણજ કરવું હોય તો પછી જંગલમાં ચાલ્યા જવું જોઈએ. આત્માને બધી પ્રવૃત્તિથી દૂર કરી સ્થિર થઈ જવું જોઈએ. આ શરીર પણ પારકું છે. પછી તેને ખવડાવવા પીવડાવવાની શી જરૂર છે? પણ આજે એ શકય નથી. તેને સમાજમાં રહેવાનું છે. જીવનની ઓછામાં ઓછી જરૂરતો આહારપાણી, વસ્ત્ર, પાત્ર વ. સમાજ પાસે મેળવવાનાં છે. ત્યારે તેણે સમાજની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com