________________
૧૦૬
સંપ્રદાયગત અનિષ્ટો ચાલતાં રહેશે, રૂઢિગત અને મૂડીવાદી વર્તુળના તેઓ હાથા બની જશે અને કેવળ દાનપુણ્યનાં રાહતનાં કે ક્રિયાકાંડના કાર્યો સુધીમાં તેઓ પ્રેરણા આપી શકશે. સર્વક્ષેત્રે શુદ્ધિ આણવા, ખાટાં મૂલ્યોને નિવારવા માટે ઊંડો સંપર્ક અને નિરપેક્ષ ભાવે વિચાર કરી અનુબંધ કરવાથી સાચું કાર્ય થઈ શકશે અને તે સાધુસંસ્થાની ફાવટનું છે. એની પાસે તપ-ત્યાગની મૂડી છે. કષ્ટ સહન તો કરી જ શકે છે. સાથેજ આક્ષેપે સહન કરવા માટે થોડીક તૈયારી કરવી પડશે. બીજી સંસ્થાઓ દ્વારા આ કાર્ય અમૂક ક્ષેત્રે કે અમૂક હદ સુધી થઈ શકે ત્યારે સાધુસંસ્થા માટે સ્વ સાથે પરકલ્યાણની-વિશ્વકલ્યાણની પ્રક્રિયા એ જવાબદારી છે અને વિશ્વકલ્યાણ માટે અનુબંધ વિચાર અનુકૂળ છે, તેમજ એમાં દ્રવ્ય, ભાવ, કાળ, ક્ષેત્રનાં બંધને નડતાં નથી. તે ઉપરાંત તાદામ્ય-[ સવે આત્મામાં સમાનતા આત્મીયતા જેવી ] અને સાથે તટસ્થતા [ કોઈ ઘણુ પ્રકારના બંધનમાં ન બંધાવું ] તેની અંદર સહેજ છે. એમાં સિદ્ધાંતને ક્યાંય બાધ આવતું નથી કારણ કે સાધુનું કાર્ય તે સ્વકલ્યાણ સાથે દરેક ક્ષેત્રમાં ધર્મને પ્રવેશ કરાવવાનું છે. નહિતર, ધર્મ એક સંપ્રદાયના વાડામાં પુરાઈ રહેશે, કાં તે ક્રિયાકાંડથી જ ધર્મને સંતોષ માની લેવાશે, સમગ્ર સમાજના જીવનમાં વ્યાપક સાચે ધર્મ ઉતરી શકશે નહિ. એટલે તેણે વ્યાપક રીતે બધાયે લોકોમાં-ક્ષેત્રમાં વ્યાપક ધર્મને ઊતારવાને છે. લેક ઘડતર :
સાધુ સંસ્થાનું નિર્માણ, લોક ઘડતર માટે થયેલું છે એટલે તે એની પ્રવૃત્તિ છે જ અને ફાવટનું કામ છે. કારણકે ભારતમાં લોકોને ઘડવાનું કામ, સંસ્કારોનું સિંચન કરવાનું કામ એજ સંસ્થાને સોંપવામાં આવેલું અને સાધુસંસ્થા એ માટે ટેવાયેલી છે.
લોક ઘડતર ન થાય તે અનિષ્ટ તત્ત, દાંડતો સમાજમાં ફૂલે ફાલે અને પરિણામે અહિંસા-સત્યાદિ વ્યાપક ધર્મને પ્રયોગ સફળ ન થઈ શકે અને અંતે તેના કારણે સાધુસંસ્થાને જ સહન કરવાનું થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com