________________
૧૦
સાર્વજનિક સ્વાસ્થ:
સાધુસંસ્થા માટે સ્પષ્ટ માર્ગની પાંચમી પ્રવૃત્તિ જે બતાવવામાં આવી છે તે સાર્વજનિક સ્વાથ્યની છે. આ સ્વાર્થ એટલે કેવળ શારિરીક સ્વાસ્થ જ નહીં. તે તે ડોકટરો, વૈદ્યો પણ સુધારી શકે છે પણ તન, મન અને આત્માનું સ્વાથ્ય છે એટલું જ નહીં દરેક રીતે સ્વસ્થ સમાજ ઊભો થાય તે સાર્વજનિક સ્વાધ્ય છે. તે કાર્ય કેવળ વિશ્વના પ્રાણી માત્રની રક્ષિકા અને માતાપિતા સમી સાધુસંસ્થા કરી શકે છે. કારણ કે તેના સભ્યોએ હાનિકારક મિથ્યા આહારવિહારથી દુર રહી, ખાનપાન સંયમ કરીને તથા તપ-ઉપવાસ-સ્વાદય વડે તનનું સ્વાર્થ સંયમ સમતા અને કષાયમન સાથોસાથ વિવિધ ધર્મો, દર્શને, વિચારોના વિવાદ કે ઝઘડાઓ વ્યવહારિક રીતે અને કાંત દ્વારા મટાડીને સર્વ ધર્મ સમન્વય, સર્વદર્શન-સમન્વય વડે મનનું સ્વાથ્ય તેમજ રાગદ્વેષ, મોહ, વ્રણ, શક, ભય, મિથ્યાદષ્ટિ દ્વારા ઉપાર્જિત ધાતી કર્મો દ્વારા જ્યાં જ્યાં આત્મિક ગુણોનો ઘાત થાય છે, ત્યાં ત્યાં સાવધ રહીને સંવર અને નિર્જરા દ્વારા સમ્યકજ્ઞાન, દર્શન ચારિત્ર વડે આત્મિક સ્વાધ્ય મેળવવા માટે સાધુતા સ્વીકારી છે.
એટલે જ આવી સાધુસંસ્થા માટે આ કાર્ય સહેજ છે. શારિરીક સ્વાશ્ય, માનસિક સ્વાધ્ય તેમજ આત્મિક સ્વાથ્ય જાળવવા માટે દરેક ધમેં માર્ગદર્શન કરેલું જ છે અને આમ સ્વસ્થ સમાજની પ્રવૃતિ એ સાધુસંસ્થા માટે સ્વધર્મની છે.
આ કામ સાધુસંસ્થાની ફાવટનું પણ છે; કારણ કે આહારવિહારનો સંયમ સ્વાદ જય તેમજ વ્રત-ઉપવાસ તે જાતે કરીને બીજાને પણ તે માર્ગે પ્રબધી શારિરીક સ્વાસ્થ જાળવી રાખવા માર્ગદર્શન આપી શકે છે. ક્રોધ માન, માયા-લોભ કે સ્વાર્થના પ્રસંગે માનસિક સમતા, શાંતિ અને કષાયશમનને રરતો માનસિક સ્વાસ્થ માટે ચીધી શકે છે. સાથે સાથે વિવિધ ધર્મો અને દર્શનોનું સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને તેને અનુરૂપ ઉજત ચારિત્ર્યના માર્ગે જાતે જઈ આત્મિક સ્વાસ્થને રસ્તો બીજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com