________________
૧૦૪
(૩) એ કામમાં દ્રવ્ય, કાળ, ક્ષેત્ર, ભાવનાં બંધને તે આવતાં નથી ને ?
(૪) આ કામ સ્વધર્મમાં આવે છે કે નહીં ? સ્પષ્ટ માર્ગ:
આ ચારે દષ્ટિએ વિચારતાં જે માર્ગ નીકળે છે તે સ્પષ્ટ માર્ગ છે. સાધુસંસ્થાની જવાબદારી (છકાયના માબાપ - વિશ્વવત્સલ) તરીકે ૫ પ્રવૃત્તિઓ – કાર્યો ગણવી શકાય:
(૧) સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ આધ્યાત્મિક વ. દરેક ક્ષેત્રમાં ઉપદેશ, પ્રેરણા, માર્ગદર્શન અને જ્યાં અનિવાર્ય જરૂર લાગે ત્યાં આદેશ આપે.
(૨) જ્યાં જ્યાં અનુબંધ બગડ્યા કે તૂટડ્યા હોય, કે તેમ થવાની શકયતા હોય ત્યાં ત્યાં પિતાનાં તપ-ત્યાગ-બલિદાન–પ્રેરણા વ. દ્વારા સુધારવા કે સાંધવાનો પ્રયત્ન કરે.
(૩) લોકઘડતર માટે અને અહિંસા, સત્ય, ન્યાય વગેરે ધર્મની પ્રતિષ્ઠા માટે સામુદાયિક અહિંસાના પ્રયોગ દ્વારા લોકશિક્ષણનું કામ કરવું.
(૪) જ્યાં જ્યાં જે ક્ષેત્રમાં અન્યાય ચાલતું હોય ત્યાં-ત્યાં સાર્વજનિક ન્યાય અપાવવા પ્રયત્ન કરે.
(૫) સાર્વજનિક આરોગ્ય માટે માર્ગદર્શન આપવું.
હવે આ પાંચે પ્રવૃત્તિઓને ઉપરની બતાવેલી ચાર કસોટી ઉપર કસીને જોઈએ. તે મુજબ આજે આખા વિશ્વને હૃદયથી એક કરવાનું કામ અગત્યનું છે. એ કામ કેવળ આ સ્પષ્ટ માર્ગની પ્રવૃત્તિઓથી જ થઈ શકે એવું છે. સાધુસંસ્થામાં નિશ્ચિતતા છે, નિષ્પક્ષતા છે તેમજ લોકસંપર્ક ઊંડાણથી મળે તે માટે સર્વત્ર વિચારવાનો અવકાશ છે, તેમજ વિચાર કરવાને પણ સમય છે એટલે તે બધા ક્ષેત્રમાં પ્રેરણ, માર્ગદર્શન, ઉપદેશ અને શકય હોય ત્યાં આદેશ પણ આપી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com