________________
[૭]
ઉપગિતાનાં પાસાંઓ –
સ્પષ્ટ માર્ગ મુનિશ્રી નેમિચંદ્રજી ]
[ ૧-૯-૬૧ સાધુસંસ્થાની ઉપયોગિતાનાં પાસાંઓની વિચારણાના સંદર્ભમાં અત્યાર સુધી (૧) નિવૃત્તિવાદ, (૨) પ્રવૃત્તિવાદ, તેમજ (૩) મધ્યમ માર્ગ – એના ઉપર વિચાર થઈ ચૂક્યો છે. અહીં ચોથું પાસું તપાસવાનું છે અને તે છે (પ્રવૃત્તિનિવૃત્તિ વિષે) સ્પષ્ટ-માર્ગ. એકાંત નિવૃત્તિ માર્ગે જનારા પણ ઉપદેશ, પ્રેરણા, ક્રિયાકાંડને આદેશ વગેરે પ્રવૃત્તિ આદરે જ છે – આદરાવે છે. તેની સાથે એકાંત પ્રવૃત્તિ કેવળ ભૌતિક હેઈને તે પણ ઉપયોગી નથી; અને મધ્યમાગ રૂપે ન્યાય, શિક્ષણ કે આરોગ્ય વગેરેના રાહતના ક્ષેત્રમાં પણ બંધાઈ જવાનું હેઈને તે પણ યોગ્ય નથી.
એટલે અત્યારે એવી પ્રવૃત્તિને વિચાર કરવાનું છે જે સાધુસંસ્થા માટે નિરવધિ છે, દ્રવ્યક્ષેત્ર કાળભાવના પ્રતિબંધ રહિત છે. અને તેમાં પણ અત્યારે આ યુગે કઈ પ્રવૃત્તિ વધુ અગત્યની અને ઉપયોગી છે ? તેમજ સાધુસંસ્થા પિતાની ઉપયોગિતા માટે એ પ્રવૃતિ કરે ત્યારે નીચેની બાબતો પણ વિચારવી પડશે:
(૧) આ કામ ફાવટનું છે કે નહીં ?
(૨) રાજ્ય, લોકસંસ્થા કે લોક સેવક સંસ્થા એ કામ કરી જ ન શકે એવું છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com