________________
૧૦૨
લોકસંપર્ક તે જરૂરી છે જ. ભલે હિમાલયમાં જઈને તપ કરે પણ તેમને પાછા તે લોકો વચ્ચે આવવાનું જ છે. ખેડૂત ગમે તેમ વાવે તે બી નકામાં જાય તેમ અનિષ્ટોને રોક્યા વગર સાધુ ઉપદેશ આપે તે તેનાથી કામ ન થાય! આજે તે ગી, પાખંડી વગેરે સાધુવેશે ફરનારા ઘણા છે તેથી સાચા સાધુઓને સહન કરવું પડે છે. જે એ સાધુઓ જાગૃત થાય તો જરૂર નકામો-કચરો સાધુ સંસ્થામાંથી નીકળી જશે. સ્પષ્ટ માર્ગ તરફ જ..!
પૂ. સંતબાલજીએ કહ્યું : “હવે આપણે સાધુ-સાધ્વીઓ વિષેના સ્પષ્ટ માર્ગ તરફ વિચારણા વધારી રહ્યા છીએ એટલે જરૂર તેને ઘાટ ઘડાશે. શુદ્ધ સાધ્ય માટે સાધુ સાધ્વીઓએ શુદ્ધ માર્ગ જ લેવો જોઈએ. અશુદ્ધ સાધનોનો ઉપયોગ ન થવો જોઈએ. ધીરે ધીરે સહચિંતનથી આ વાત સમજાશે !”
શ્રી, શ્રોફ : “સરકાર અને મૂડીવાદના આશ્રયે સાધુસંસ્થા ન પડે, તેમ જ નવી પેઢીને મૂડીવાદથી દૂર રાખી તૈયાર કરવાનું કાર્ય સાધુસંસ્થાએ જલદી કરવું પડશે.
ગોસ્વામી : “દરેક ક્ષેત્રમાં કડવા મીઠા અનુભવ થાય ! તેમ સાધુ સંસ્થા અંગે પણ છે. તે છતાં શ્રદ્ધાથી મીઠાને સંકલિત કરતાં કડવાશ આપોઆપ દૂર થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com