________________
૧૦૦
વગેરે પેસશે. તેવું જ પરતત્વમાં રાચતા નિવૃત્તિવાદી પરિવ્રાજકોને લઈને જીવન અને વહેવાર વચ્ચેનો ભેદ ઊભું કરવાથી સમાજમાં વિરોધાભાસ ઊભો થશે; તાર્કિક સંતોષના સાધનો થશે, પરિણામે સમાજમાં નાસ્તિકતા વધશે.
એટલે સૌને સૌનાં સ્થાને રાખીને, ખ્રિસ્તી, રામાનંદી, કબીરપંથી વ. ગૃહસ્થાશ્રમી સાધુઓને તેમનાં સ્થાને રાખીને; સ્થાયી રહીને સેવા કરતા પરિવ્રાજક-સેવકોને નવાયુગના વાનપ્રસ્થીઓના સ્થાને રાખીને, અને પરિવ્રાજક (ફરતા) ને પરમહંસના સ્થાને રાખીને ત્રણેય વર્ગોનું સંશોધન કરવું પડશે. આમાં એકેય વર્ગને છેડે ચાલશે નહીં. આ રીતે વિશ્વ સાધુ-સંસ્થાનું પ્રતીક ભારતમાં ઊભું કરવું સહેલું થઈ પડશે. સ્પષ્ટ માર્ગ જ સારે
શ્રી. દેવજીભાઈ: “જની ઘડાયેલી સાધુસંસ્થા તરીકે જૈન સાધુ સંસ્થા છે. પણ આજે તેમાંના કેટલાક એકાંત પ્રવૃત્તિની કે એકાંત નિવૃતિની વાત કરે છે. તેમાંથી ઘણું સ્પષ્ટ માર્ગને છોડીને મધ્યમ માર્ગ તરફ ગયા છે. તેથી ઘણાનું મન તે તરફ ડોળાય છે. પણ સ્થા. સમાજમાંથી એ માર્ગે જનારા કલ્યાણજીબાપા તેમજ ચૈતન્યજીએ કોઈ એવો પ્રચંડ આદર્શ મૂક્યો નથી કે બીજા એ તરફ જઈ શકે. . મુતિપૂજક સમાજને તાજો દાખલો શુભવિજયજીને છે અને જુને દાખલો જિનવિજયજીને છે. સહું કંઈક કરે છે પણ તે ઘડાયેલી સંસ્થા માટે અનુકરણીય છે, એમ ન કહી શકાય.
હમણાં “કાનજીસ્વામીએ જે માર્ગ લીધો છે તેમાં માટલિયાજી કહે છે તેમ નવા સમાજની નાક્તિા ઊભી થવાને ભય છે. એ સિવાય તેમણે સાધુજીવનનાં મૌલિક નિયમો ભિક્ષાચરી, પાદવિહાર વ. પણ મૂકી દીધા છે. એટલે સ્પષ્ટ ભાગ એજ ભલે કંઈક વિચિત્ર લાગે પણ તેને જ અપનાવવા જેવું છે. આજે અનુબંધ વિચારધારા તરફ ઘણા ચુનંદા સાધુ-સાધ્વીએ મીંટ માંડી રહ્યા છે. કેટલાક એ માર્ગે માનસિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com