________________
મહત્વ બુદ્ધ અને મહાવીર પહેલાં રહ્યું પણ કંચન – કામિની અને રાજ્યાશ્રયની પાછળ જતાં તેણે મહત્વ ખોયું. ચડતી પડતી દરેકની થાય જ છે. હવે તેને પુનઃ પ્રતિષ્ઠાપન કરી ઉપયોગી બનાવવી જોઈએ. એ માટે અનુબંધ વિચારધારાને જે ભગીરથ પ્રયત્ન આપણા બધા વડે થયો છે તે પાર પડે !” વિશ્વની સાધુ-સંસ્થાઓ
શ્રી. માટલિયાએ કહ્યું “વિશ્વની (વ્યકિત, સંસ્થા, સમાજ અને સમષ્ટિના વિકાસની) દૃષ્ટિએ વિચારીએ છીએ ત્યારે ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને વૈદિક વગેરે સાધુ પરંપરામાંથી બે પરંપરા લેવી પડશે. (૧) એક ફાલને તૈયાર કરી શકે તેવો વર્ગ જે એક પ્રદેશમાં રહે,
ત્યાં સંગઠને ઊભાં કરે તેમજ ત્યાંના બધા ક્ષેત્રે લોકન્યાય, લોકશિક્ષણ, લોઆરોગ્યના ક્ષેત્રોને વ્યવસ્થિત કરે. (૨) ત્યારે બીજો વર્ગ પરિવ્રાજક સંધ તૈયાર થાય જે ક્ષેત્ર બદલાવતો જ રહે. નહીંતર તેમને મમત્વને પાસ લાગશે. પહેલું કામ સેવાવૃતિ વિશેષ હશે તેમને ફાવશે. પણ જ્ઞાની અને સાર ખેંચનારને આ કામ નહીં ફાવે, તેઓ ફરતા રહેશે. તેમને એક સ્થળે બેસાડશે તો યે તેઓ ફરશે એમને બીજી શ્રેણિમાં રાખવા પડશે.
આ બન્નેની સાથે “ઓછું લઈ વધુ આપવાની ભાવનાવાળ” ગૃહસ્થ વગરને પણ સાંકળવો પડશે. આ માટે ઘડાયેલ સાધુ સંસ્થાનાં ન હોય તેવાં ઘણું સાધુઓમાં સંશોધન કરવું પડશે. રામાનંદી સાધુઓ આકાશવૃત્તિથી જીવતા અને રામાયણ દ્વારા પ્રજામાં સંસ્કાર સચિન કરતા હતા. કબીરપંથીઓ પણ કરતા હતા. તેઓ પરિશ્રમી અને ભકિતવાળા ખૂબ; પણ ચેકોના અભાવે તેમનામાં વિકૃતિ આવી ગઈ. જે તેનું સંશોધન થાય છે તેઓ પણ ઉપયોગી થઈ શકે. એ જ સ્થિતિ શિવાનંદ મિશન, યતિઓ, બૌદ્ધ સાધુ સંસ્થાઓની છે-જે સંશોધન માગે છે. ગૃહસ્થાશ્રમી સાધુઓમાં સ્વાર્થ વળે અને વિકૃતિ આવી તેમ પરિવ્રાજકોમાં પણ ક્ષેત્રમમત્વ, શિષ્યમમત વ્યકિતમમત્વ, સંસ્થામમત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com