________________
તો શું માધ્યમ માર્ગ ઉપયોગી નથી?
તે હવે એ પણ વિચારવાનું રહે છે કે શું આ મધ્યમ માર્ગ ઉપયોગી નથી. ઘડાયેલી સાધુસંસ્થાની દૃષ્ટિએ તેમજ વ્યાપક ધર્મ પ્રચારની દૃષ્ટિએ તેની ઉપયોગિતા સંદિગ્ધ જ છે. એટલું ખરું કે વેશધારી, અસ્પષ્ટ દષ્ટિવાળા, સંપ્રદાયમેહી, અકર્મણ્ય નામના સાધુઓની કંઈ પણ પ્રવૃત્તિના અભાવમાં એ એક રીતે ઠીક છે.
એટલું જ નહીં સાધુઓને સર્વક્ષેત્રમાં ધર્મ પ્રચાર કરવો હેઈને તે ક્ષેત્રમાં પ્રેરણા તે આપવી જ પડશે. પણ તેને રચનાત્મક રૂપ આપવાનું છે તે તે ક્ષેત્રમાં–આરોગ્ય, ન્યાય અને શિક્ષણમાં જે સાધકો ( લોકસેવકે) તેને અપનાવે અને તેમના માટે એ ક્ષેત્ર મૂકવામાં આવે તે વધુ હિતાવહી થશે. તેઓ ગૃહસ્થ કે વાનપ્રસ્થી હેઇને એકજ સ્થળે અમૂક પ્રતિબંધોથી રહીને કાર્ય કરી શકશે તેમજ સાધુસંસ્થાનું માર્ગદર્શન મેળવી તેઓ એ ક્ષેત્રને વધારે સારી રીતે સંભાળી શકશે.
પણુ, સાધુસંસ્થાની દષ્ટિ, કક્ષા અને મર્યાદા જુદી છે. તેઓ મધ્યમ માર્ગમાં પડશે તે ધીમે ધીમે તેઓ મૂળ મર્યાદાઓ ચૂકતા જાશે. પરિણમે ન તો તેઓ જુની સાધુસંસ્થામાં રહીને સ્પષ્ટ માર્ગ તરફ તરફ કૂચ કરી શકે છે કે ન તો તેઓ લોકસેવક સંસ્થામાં બંધબેસતા આવી શકે છે. એટલે જ સાધુસંસ્થા માટે બધી દષ્ટિએ સ્પષ્ટમાર્ગ જ ઉપાદેય લાગે છે.
ચર્ચા-વિચારણું એને ઉપયોગી બનાવે !
પૂ. દંડી સ્વામીએ ચર્ચા ઉપડતાં કહ્યું: “સન્યાસ આશ્રમની કપના જોતાં, હિંદની સાધુસંસ્થા સનાતન જણાય છે. જે એ સંસ્થા પિતાના પાંચ મહાવ્રતના યોગ્ય માર્ગો હોય તો તે લોકસેવક સંસ્થા
અને રાજ્ય સંસ્થા ઉપર પિતાને પ્રભાવ પાડી શકે. સન્યાસ આશ્રમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com