________________
પૂજનીય પદ યું એટલું જ નહીં તેમને પ્રાણ બચાવવા ભાગી નીકળવું પડ્યું!
રાહતનાં (પુણ્યના) કાર્યોમાં પડવાથી જાતે જ સાધુસમાજ ધનિક કે રાજસત્તાની શેહમાં આવતા લોકોની અહિંસક પ્રતીકાર શક્તિને જગાડી શકતા નથી. તેથી સત્તાનું જોર વધે છે અને સાથે સાથે વૈભવ-વિલાસ વધે છે. અને તેનું પરિણામ વર્ગ–વિગ્રહમાં આવે છે.
એવું નથી કે કેવળ બીજા સાધુઓ એવું કરે છે, પણ, ઘડાયેલી અને જેને સ્પષ્ટ માર્ગ મળે છે તે જૈન સાધુસંસ્થાના મોટા ભાગના સાધુએ પણ એ માર્ગને ભૂલી જઈને, સાંપ્રદાયિક્તાને અપનાવી, સંકુચિત બની એ માર્ગે જઈ રહ્યા છે. સાંપ્રદાયિકતાના કારણે તેમણે સાંકડું વર્તુળ બનાવ્યું પણ જગતના જ્ઞાન-વિજ્ઞાન માટે મગજના બારણું બંધ કરી દીધાં છે. પરિણામે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બંધન વગર જે નિઃસ્પૃહાથી કાર્ય થવું જોઈતું હતું–-પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભોગે મહાવીર ભગવાન, વિશાળ લોકસમુદાય માટે જ નહીં સમષ્ટિના સમસ્ત જીવો માટે જે કરી ગયા તેને ત્યાંજ અટકાવી દેવામાં આવ્યું હોય એમ લાગે છે. કેટલાક જૈન સાધુઓ તે એમ સ્પષ્ટપણે કહે છે –“એ કામ પ્રભુનું હતું. અમે ક્યાંથી કરી શકીએ !” આમ નિસ્તેજ થવાનું કોઈ કારણ નથી. જરા શાંતિથી અને ઊંડાણથી વિચારતાં લાગશે કે ભગવાન મહાવીરે બહુ સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. ખરેખર તો તેમણે બધા ક્ષેત્રને સ્પર્શતે, વ્યાપક ધર્મ ફેલાવતા, સામાજિક મૂલ્ય સ્થાપો માર્ગ બતાવ્યો છે. આજે જરૂર છે જૈન સાધુઓએ પિતે છે ત્યાંથી આગળ વધવાની અને એ માર્ગે જઈને બગડેલે અનુબંધ સુધારવાની. કંચન-કામિની-સંસાર છોડીને ચાલનારને વળી સંપ્રદાય, ધનિક સમાજ કે સત્તાના બંધને શા માટે સ્વીકારવાં જોઈએ? એ તે નિગ્રંથ છે. તેણે નિબંધ થઈને વ્યાપક ધર્મ પ્રચાર કરવો જોઈએ. જ્યાં સુધી ઘડાયેલી જૈન સાધુસંસ્થાની ઉત્પત્તિના મૂળ ઉદ્દેશ્ય
અને ગુણ તેમજ એને અનુલક્ષીને તેની ઉપયોગિતાને વિચાર નહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com