________________
કોઈને એમ થાય કે શું જૈનધર્મ ત્યારે રાજ્યાશ્રિત ન હતું ? તે આચાર્યોના જીવન પ્રસંગે જોતાં એમ જણાઈ આવશે કે તેઓ રાજ્યાશ્રિત ન હતા પણ ધર્માશ્રિત હતા. કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય :
- કુમારપાળને ગાદી અપાવવામાં હેમચંદ્રાચાર્યનો મોટો ફાળો હતો. છતાં જ્યારે એને રાજ્ય મળ્યું ત્યારે તે આચાર્યને વિનંતિ કરે છે –
આપની કૃપાથી મને આ રાજ્ય મળ્યું છે. માટે આપ રાય સ્વીકારે અને હું આપની આજ્ઞા પ્રમાણે ચાલીશ !
ત્યારે આચાર્ય હેમચંદ્રે કહ્યું: “સાધુને ધર્મ રાજ્ય કરવાને નથી પણ રાજયમાં ધર્મને પ્રવેશ કરાવી તેને શુદ્ધ રાખવાનું છે.” એટલે
જ્યારે કુમારપાળ શ્રાવકના બાર વ્રત સ્વીકારે છે ત્યારે આચાર્ય ધારત તે તેના ઉપર દબાણ લાવી સમસ્ત પ્રજાને જિન બનાવી શકત. પણ, એમણે એ વટાળ પ્રવૃત્તિ ન કરી અને કુમારપાળને પરમ માહેશ્વર રહેવા દીધા.
એવી જ રીતે હેમચંદ્રાચાર્ય પાટણમાં ખાદીનાં સાદાં કપડાં પહેરીને જાય છે ત્યારે બધા રાજાઓના કહેવાથી કુમારપાળ આચાર્યશ્રીને કહે છે: “આપ મારા ગુરુ થઈને આવાં સાદાં ખરબચડાં કપડાં પહેર તે ઠીક ન કહેવાય.” ત્યારે હેમચંદ્રાચાર્ય કહે છે: “હું માત્ર રાજાઓને નથી પણ બધાને છું.”
એવું જ સિદ્ધસેન દિવાકરનું છે. તેઓ ઉજ્જૈનના રાજાને પ્રતિબંધ આપી સુમાર્ગે લાવે છે.
આચાર્ય સુહસ્મિગિરી અને સંપ્રતિ રાજા :
એવું જ સંપ્રતિરાજાનું છે. તે પૂર્વભવમાં ભિખારી હતો. તે આચાર્ય સુહસ્તિગિરી પાસે દીક્ષા લે છે અને કાળધર્મ પામી બીજ ભવમાં રાજા બને છે. જ્યારે તેને પૂર્વભવનું જ્ઞાન થાય છે ત્યારે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com