________________
૭૪
કહેવાનો અર્થ એ છે કે શ્રી કૃષ્ણ યજ્ઞ-ભાગ માગી સમાજમાં અમૂક લોકોની જે સંગ્રહવૃતિ હતી તે દૂર કરવા સમવિતરણની પ્રેરણું આપી હતી. તેનું મૂલ્ય ઉત્પાદક શ્રમ કરતાં વધારે હતું. નિલેપ-ઉત્પાદક શ્રમ :
હવે નિર્લેપ રહીને ઉત્પાદક શ્રમની બીજી દલીલ જોઇએ. નિર્લેપતાને આધાર આંતરિક ત્યાગની સાથે, પ્રતીકરૂપે બાહ્ય વસ્તુ ત્યાગ પણ છે. ભગવાન બુદ્ધ અને ભ. મહાવીર, ઘરમાં રહી, રાજ્ય ચલાવી, બ્રહ્મચર્ય પાળીને નિલેપ રહી શકતા હતા તે તેઓ શા માટે બધું મૂકીને પ્રવજ્યો અંગીકાર કરત? પણ તેમણે આંતરિક ત્યાગ સાથે બાહ્ય ત્યાગને મહત્વ આપ્યું કારણકે સંપૂર્ણ ત્યાગ વગર સામાન્ય લોકોને તો ખ્યાલ પણ ન આવે કે અમુક વ્યકિત ગૃહસ્થવાસી છે કે સાધુ છે? સંપૂર્ણ ત્યાગ ન કરે, ત્યાં સુધી તેઓ તો તેને ગૃહસ્થજીવન માટે જ જવાબદાર ગણે. એટલે સામાન્ય લોકોની કક્ષાએથી પણ જીવનની જરૂરતો ઘટાડી નાખવા સિવાય તેઓ જે વ્યાપક અનુભવ કરવા માગતા હતા, તે ન થાત. તેમણે લોકોના માર્ગદર્શક બનવા માટે ત્રણ વસ્તુઓ વિચારી (૧) સામાજિક (ગૂચવાયેલા) પ્રશ્નોની વિચારણ-ચિંતન માટે સમય (૨) ગૃહસ્થધર્મ, કમાવા કે પકાવવાની જવાબદારીથી નિશ્ચિતતા (૩) નિષ્પક્ષતા. જે આ ત્રણ વસ્તુઓ હોય તેજ સાધુ તટસ્થ અને સ્પષ્ટ માર્ગદર્શન આપી શકે. એટલે તેમણે ઘર સંસાર, રાજપાટ બધું મૂકયું. વિશ્વકુટુંબી બન્યા અને નિર્લેપ રહી લે કોને માર્ગદર્શન આપ્યું; અને શેષ સમસ્ત જીવન સંધરચના કરી, અનુબંધ માટે લોકકલ્યાણકારી કઠેર શ્રમ કર્યો. ભગવાન મહાવીરના જીવનમાં અનાર્ય પ્રદેશ ગમન, ચંડકૌશિકને પ્રિતબોધ, ચંદનબાળા નિમિત્તે નારી તેમજ દાસ જાતિનો ઉદ્ધાર વગેરે ઘણે કઠોર આનુબંધિક શ્રમ રહેલો છે.
ઉત્પાદક શ્રમ કરવા જતાં જે મોટો ભય છે તે એ કે સાધુનું પરિવ્રાજકપણું અટકી જશે અને તેણે એક સ્થળે સ્થિર થવું પડશે. તેના કારણે સમાજ-ચિંતન છૂટી જશે. એક સ્થાને પડ્યા રહેવાથી સંકીર્ણતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com