________________
૮૭
કે પાત્ર તથા અન્ય વસ્તુઓ સન્યાસી અટન કરીને લે. જેમાં એને ગોચરી તેમજ વૈદિકોમાં માધુકરી કહેવામાં આવી છે. ગાય જેમ ઉપર-ઉપરથી ઘાસ ખાય પણ મૂળિયાંને ઈજા ન પહોંચાડે એમ સાધુ વર્ગ પણ મૂળ સિદ્ધાંતને નુકશાન પહોંચાડવા વગર થોડું-થોડું લે. એ સાથે જ ગાય ઘાસ ખાઈને દૂધ આપે તેમ સાધુ પણ વાત્સલ્યભાવ રડતો જાય. ગોચરીના બદલે માધુકરી શબ્દ પણ પ્રચલિત છે. તેને અર્થ છે :___ 'मधुगारसमा वुद्धा जे भवंति अणिस्सिया,
नाणापिंडरया दंता तण नुच्चंति साहूणो ॥" –દશવૈકાલિક સૂત્રની આ ગાથા પ્રમાણે મધુકર-ભ્રમર એકના આધારે ન બેસીને અનેક પુણેમાંથી ઈજા પહોંચાડયા વગર રસ લે છે એવી રીતે સાધુ પણ દરેક ઘરમાંથી કોઈ ખાસ સત્તાધારી કે ધનિકના આશ્રયે રહ્યા વગર તેમજ બીજાને ઈજા પહોંડયા વગર આહાર પાણી વ. લે. શ્રમર સુગંધી ફૂલો ઉપર જ જાય છે તેમ સાધુ પણ જે સંસ્થા કે વ્યક્તિઓમાં અનિષ્ટ હોય ત્યાં ન જઈ સારી સંસ્થા કે વ્યકિતઓ સાથે અનુબ ધ રાખે. વગર ઘડાયેલી અક્કસ હિંસાવાદી કે કોમવાદી સંસ્થાઓ કે વ્યક્તિઓને પ્રતિષ્ઠા ન આપે. મધ્યમ માર્ગની પ્રવૃત્તિઓની છણાવટ :
- હવે ત્રણે પ્રવૃત્તિઓને શિક્ષણ. ન્યાય અને આરોગ્યને ઉપલી કોટીએ કસીને જોઈએ. ઉપરના ત્રણ નિયમ ન સચવાય તો સાધુસંસ્થા માટે તે નિરવધ હોવા છતાં ઉપયોગી નથી એમ માનવું રહ્યું.
(૧)શિક્ષણ:–શિક્ષણને પ્રશ્ન જે સાધુવર્ગ લેશે કે તરત તેના કારણે દરેક સ્થળે સ્થિર થવાને પ્રશ્ન આવીને ઊભો રહેશે. તેનાથી પાદવિહાર અટકી જશે. કારણ કે તે વિચરણ કરતા હશે તે શિક્ષણ કે શિક્ષણ સંસ્થાનું કામ નહિ કરી શકે. સાથે જ શિક્ષણનું કાર્ય કરવા
જતાં ધવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયના પ્રતિબંધ આવી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com