________________
૯૧
સ્થાપિત હિતોની ભાવનાનું જોર ધર્મમાં પણ આવ્યું. એટલે સાહની તેજસ્વિતા, નિષ્પક્ષતા, નિઃસ્પૃહતા ચાલી ગઈ
સર્વપ્રથમ જૈન યતિ સંસ્થાને કે ભદારકોને લઈએ. તપ-ત્યાગ ઓછું થઈ જતાં તેમણે પોતાની ઉપયોગિતા સિદ્ધ કરવા દવા, શિક્ષણ અને તિષનું કામ હાથમાં લીધું. રાજાઓને આશ્રય સાધ્યો અને ધીમે ધીમે પૈસાના પ્રપંચમાં પડવા લાગ્યા. ધીમે ધીમે કંચન સાથે કામિનીના પ્રપંચમાં પણ પડ્યા અને પિતાનું મુખ્ય ધ્યેય તેમણે વિસરાવી દીધું.
ત્યારે રામકૃષ્ણ મિશન, વૈદિક મિશન કે ઈસાઈ ધર્મ મિશનના સાધુઓની દશાને પણ વિચાર કરીએ. તેમને સંસ્થા ચલાવવા માટે ધનિકો પાસે ફંડ ફાળે કરવો પડ્યો કે રાજ્યની મદદ લેવી પડી. પરિણામે સરકાર કે ધનિકો કંઈપણ ખોટું કરે તો પણ તેમની સામે તેઓ બોલી શક્તા નથી. એટલું જ નહીં શિક્ષણ, આરોગ્ય કે રાહતનાં કાર્યોને ધાર્મિક પૂટ પણ આપી શકતા નથી.
એવું જ બૌદ્ધ ભિક્ષુઓનું થયું. શિક્ષણનું ક્ષેત્ર લઈને બેસતા પરિવ્રાજકપણું ચાલ્યું ગયું. આસક્તિ વધી તેમ જ લોકોને પણ નૈતિક દરવણી આપી શક્યા નહીં. પરિણામે સાધુસંસ્થા હેવા છતાં, બૌદ્ધોમાં માંસાહાર, સગવડો વગેરે તરફ વૃત્તિ વધતી ગઈ છે. પરિણામે સાધુસંસ્થાનું મૂલ્યાંકન ઘટી ગયું છે.
બૌદ્ધ ભિક્ષુઓને એક બીજો વર્ગ તિબેટના લામાઓને પણ પ્રારંભમાં આવી પ્રવૃત્તિમાં પડ્યો. ધીમે ધીમે તેમણે એ પ્રવૃત્તિ પણ છોડી અને ચમત્કાર તેમજ વિકૃત ભયને આધાર લીધે. આ લૌકિક રાહત-પ્રવૃત્તિઓમાં રહેલા ભય :
આવી લોકિક પ્રવૃત્તિઓમાં મોટામાં મોટો ભય એ છે કે કાંતો એમાં પડનારે અજબ એવું એનું જ્ઞાન મેળવેલું હોવું જોઈએ એટલું જ નહીં તે પરંપરા પ્રમાણે ટકી રહેવું જોઈએ. જ્યારે એ ટકતું નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com