________________
વકીલે કે ન્યાયાધીશે કે લોકપ્રિયતાના આધારે પંચ બનેલા લોકો પાસેથી એ કાર્ય છોડાવીને સાધુ સંસ્થા એ કાર્ય કરી શકે કે મેળવી શકે એ જરા વધારે પડતું લાગે છે. તે ઉપરાંત એ કાર્ય કરવા જતાં કાયદા-કાનૂન સરકારથી બંધાયેલા છે કાં તે સરકારને આધીન થવું પડે, કાં બાંધછોડ કરવી પડે, નહીંતર સરકારના કાયદાનો ભંગ કરવા જતાં તકસીરવાર કરવું પડે. તે ઉપરાંત સાધુસંસ્થા કોઈને શારીરિક દંડ, પ્રાણવફાંસી વગેરે સજાઓ કેવી રીતે આપી શકે ? આ ઉપરાંત આજે ફરતા ફરતા ન્યાય ન આપી શકાય; તેમજ લોકો પણ સાધુને ન્યાય અપાવવા માટેની યોગ્ય વ્યકિત રૂપે માન્યતા ન આપે. આમાં પણ દરેક પ્રકારને દ્રવ્ય, ક્ષેત્ર, કાળને પ્રતિબંધ આવી જાય છે. પિતાને કોઈ વાત સાચી લાગતી હોય અને કાનૂન બીજી જ વાત કહેતે હેય કે સાક્ષીએ-પુરાવાઓથી બીજી જ વસ્તુ સિદ્ધ થતી હોય તે એને પિતાના સત્યને ગુંગળાવવું પડે તેમજ એક ક્ષેત્ર પકડવા જતાં સર્વ ક્ષેત્રના સંપર્કઅનુબંધ તૂટી જાય છે એટલે આ પ્રવૃત્તિ પણ ઉપયુક્ત નથી.
(૩) આરોગ્યઃ આ ક્ષેત્ર પણ સરકારી અભ્યાસ અને લાયસન્સ નીચે છે. એટલે તે ક્ષેત્રમાં જવા માટે સાધુઓએ ખાસ અભ્યાસ કરી લાયસન્સ મેળવવું પડશે. તેમ ન થાય તે તે ગુનેગાર ઠરે. -
કદાચ જાતે વૈધ-ડેકદર ન બને તે ઔષધાલય બનાવી તેને ફંડફાળો કે સહાયતા માગવા જતાં લોકો કે સરકારની શેહમાં એને તણાવું પડે. તેમજ શિક્ષણ અને ન્યાયની જેમ આ ક્ષેત્રમાં પડવાથી ક્ષેત્રનું પ્રતિબંધ આવે જ છે. આમ આ પ્રવૃતિમાં પડવાથી પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પ્રતિબંધ આવે છે. સાથે જ ઊંડાણથી સાર્વત્રિક વિચાર અને સર્વક્ષેત્રીય માર્ગદર્શન માટે જે નિશ્ચિતતા તેમજ નિષ્પક્ષતા જોઈએ તે ન રહે. તેમજ માર્ગદર્શન, ચેકી કે પ્રેરણું છુટી જાય. સર્વક્ષેત્ર અને લોકોને અનુબંધ કે સંપર્ક ન રહેતાં તે એકાંકી પ્રતિ બની જાય છે. એથી એ પણ સાધુસંસ્થાની ઉપયોગિતા માટે બંધ બેસતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com