________________
ઘણા લોકોનું એમ કહેવું છે કે આજનો યુગ ઝડપી વાહનને યુગ છે. જુના કાળમાં જે પંથ કાપતા લાંબો સમય લાગત. બળદગાદી કે ઘોડાગાડી વ. પશુ વાહનોને ઉપયોગ થતા તેના બદલે નિર્જીવ ઝડપી યંત્ર સાધુ વાપરે તો તે ઉપરની ત્રણમાંથી કોઈ એક પ્રવૃતિ આદરવા છતાં વિશાળ જનસંપર્ક સાધી શકે અને પોતાની ઊંડી વિચારણા વડે દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપી શકે.
વાહનના ઉપયોગ પાછળ એ કે કિય કે જળસ્થળના જીવોની હિંસા કરતાં પણ જે મોટી વાત છે તે એ કે એનાથી મોટા-મોટા શહેરે કે કસ્માઓનેજ સ્પર્શી શકાશે. નાના ગામ કે નગરને સંપર્ક છૂટી જશે. એટલું જ નહીં પાદવિહારમાં તે કોઈની પાસે પૈસાની ગરજ કરવાની નથી. જ્યારે વાહનમાં બેસવાની આદત પડતાં પૈસાવાળાની કે સત્તાવાળાની શેહમાં આવવું પડશે. આમ પશ્રિતતા આવી જશે; વ્યક્તિની શેહમાં તણાવું પડશે અને પછી ઊંડાણથી સાર્વત્રિક અનુબંધ લોકસંપર્ક કે કૂટતાથી અનુબંધ બગડતા હશે, સામાજિક મૂલ્યો ખવાતાં હશે, ત્યાં પણ એણે શરમમાં તણાવું પડશે. એ ઉપરાંત પાદવિહારને મૌલિક નિયમ વિસરાતે જશે. એ દષ્ટિએ પણ વાહન ઉપયોગી નથી. શિક્ષણ-આરોગ્ય-ન્યાયનું કાર્ય લેનાર સંસ્થાઓની દશા :
આજે સર્વત્ર આ મધ્યમ માર્ગને ભિન્ન ભિન્ન સાધુસંસ્થાઓએ એક યા બીજી રીતે અપનાવેલ છે. પણ તેના કારણે એક વસ્તુ તે સાફ છે કે તેઓ લોકોનું નૈતિક જીવન ઊંચું આણું શકયા નથી; તેમજ ન તે તેમને ભૌતિક સુખથી પાછા વાળી શક્યા છે. એટલે કેટલીક સાધુસંસ્થાઓનું મૂલ્યાંકન ઘટી ગયું છે, કેટલીક પડી ભાંગી છે તેમજ કેટલીક કોઈના આધારે ચાલી રહી છે. આ પ્રવૃત્તિઓમાં પડતા સર્વપ્રથમ સાધુઓએ એક ઠેકાણે સ્થિર થવું પડ્યું. પરિણામે મઠ, આશ્રમ, મંદિરે, ચર્ચા સાથે દવાખાનાઓ, શિક્ષણસંસ્થાઓ બાંધીને તેમને ત્યાં રહેવું પડ્યું. પરિણામે આસક્તિ આવી; અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com