________________
પણ, ઘડાયેલી સાધુસંસ્થાની પાસે. જે વ્યાપક સાચા ધર્મને માનવજીવનના બધા ક્ષેત્રમાં સ્પર્શ કે પ્રવેશ કરાવવાની આશા રખાય છે અને નૈતિક-ધાર્મિક પ્રેરણું કે ચેકીના કાર્યની અપેક્ષા રખાય છે કે સામાજિક મૂલ્ય સુધારવાની શ્રદ્ધા રખાય છે એ દષ્ટિએ આ શિક્ષણ, ન્યાય કે આરોગ્યનાં કામો રાહતનાં છે–પુણ્યનાં છે. તેવાં પુણ્યકામમાં પડયા પછી પ્રસિદ્ધિ જલદી મળે છે, પ્રતિષ્ઠા પણ ખૂબ મળે છે–પણ તેનાથી વ્યાપક સાચા ધમ (અહિંસા, સત્ય-ન્યાય–બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) નું કાર્ય છૂટી જાય છે. ઇતિહાસથી બોધપાઠ લઈએ :
એટલું જ નહીં, જેમ ચમત્કારે કે આંધળી શ્રદ્ધાના કારણે પણ લોકશ્રદ્ધા ઘટે છે, ધર્મક્રાંતિનાં કાર્યો અટકે છે તેમજ આ કાર્યોમાં પડતાં, ફંડફાળે કરતાં, બેટી શહમાં આવીને દબાઈ જતાં-સાધુસંસ્થાનું પણ તેજ કે મહત્વ પણ ઓછું થાય છે.
એનાં પરિણામ રૂપે ઈતિહાસના પાનાં ઉપર વીસમી સદીના બે દાખલાઓ નેંધાયા છે તેનાથી બોધપાઠ લેવાનો છે. રશિયામાં ખ્રિસ્તી ધર્મ સંસ્થાને જબર પ્રભાવ હોવા છતાં, તે રાજ્યાશ્રિત હેઈને, ઝારશાહી, જમીનદારી અત્યાચાર સામે ન બેલી શકી. પરિણામે સામ્યવાદ આવ્યો અને રશિયા સહિતના યુરેશિયાની લગભગ વીશ કરોડ જનતા સામ્યવાદી થઈ ગઈ એટલું જ નહીં એને ચેપ હંગરી વિ. દેશોને પણ લાગ્યો છે.
બીજો દાખલો બીજા વિશ્વયુદ્ધ પછી, વિસ્તત બૌદ્ધ સાધુસંસ્થા હોવા છતાં ચીનની ૪૫ કરોડની જનતા સામ્યવાદી બની ગઈ. એટલું જ નહી, ચમત્કારિક ગણાતા લામાઓની જે ભયંકર દુર્દશા લોકોએ કરી તેને જેટ નહીં જડે. દલાઈ લામાને હિંદ ભાગવું પડ્યું અને પંચનલામાને શું કરવું પડ્યું તે તે ભવિષ્યમાં જ ખબર પડશે.
આ બહુ જ સ્પષ્ટ ચેતવણું; ચમત્કારો વડે અંધશ્રદ્ધા ફેલાવનાર નામની સાધુસંસ્યા માટે છે. તેમજ મધ્યમ ભાગ રૂપે એકાદ ક્ષેત્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com