________________
ત્યારે તેમને એ કાર્ય કરતાં ગૃહસ્થની હરિફાઈમાં ઊભા રહેવું પડે છે અને જ્યારે પ્રતિષ્ઠા તૂટવાને ભય, બિન આવડત કે અનવ્યાસના કારણે આવીને ઊભે છે ત્યારે તેઓ ભય, ચમત્કાર, લોકમૂઢતા વગેરેને આશ્રય લે છે. અને આવી જમાત સાધુસંસ્થામાં દિવસે દિવસે વધતી જાય છે. અને તે નિરૂપયોગી જ છે એટલું જ નહીં પણ રાષ્ટ્રસમાજને નુકશાનકર્તા છે એવી લોક-ધારણું ખોટી નથી.
હિંદૂ સાધુઓ, (જેઓ “સાધ” કહેવાય છે,) બ્રાહ્મણ, લામાઓ કે યતિઓને વર્ગ, જેમણે ચારિત્ર્ય તરફ ઓછું ધ્યાન આપ્યું તેમણે પરંપરાગત જ્ઞાન, આરોગ્ય કે રાહતના કાર્યોની શ્રેષ્ઠતા ન જાળવી. પરિણામે પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવા યંત્ર-મંત્ર-તત્ર જાદુ-ટોણા–દોરા-ધાગા જ્યોતિષ, ગ્રહશાંતિ, પૂજા, જપ-પાઠ વગેરે કાર્ય અપનાવ્યું અને લોકોને દેવી અંધશ્રદ્ધા તરફ વાળ્યા. એના કારણે તેમણે સાચા ધર્મની શ્રદ્ધા–પ્રરૂપણનું મહત્વ ઘટાડી મૂક્યું ! તો પછી અપેક્ષા એ મધ્યમ માર્ગ યોગ્ય નથી!
એટલે જ ચમત્કારે કે મંત્ર તંત્રને વખોડી કાઢનાર આજનો શિક્ષિત વર્ગ એમ કહે છે કે એવા સાધુઓને લશ્કરમાં ભરતી કરી દેવા જોઈએ, જેથી તેમની ઉપયોગિતા સિદ્ધ થાય ! અને ખરેખર, જૂના કાળમાં નાગાબાવા સંપ્રદાયના લેકોને રક્ષણ કરવાનું–ફેજમાં રહીને હથિયારબંધ રહીને લડવાનું કામ સોંપાયું હતું એટલું જ નહીં તેઓ એને ધર્મની રક્ષા માનતા હતા.
આજે આળસુ, ગાંજો-અફીણ-તંબાકુ પીનારે, સાધુઓને કહેવાતો વર્ગ મોટે છે. તેમને જોઈને ઘણા એમ કહે છે કે એમનાં કરતાં તે શિક્ષણ, રાહત અને આરોગ્યનું કામ કરતા સાધુઓને મધ્ય-માર્ગ શું ખે છે પણ આપણે તે ઘડાયેલી સાધુ–સંસ્થાના સંદર્ભમાં ઉચ્ચ કોટિના સાધુત્વની વાત કરીએ છીએ. એ કક્ષાએ આવા વેશધારી લોકો સાધુ ડરતા નથી. પછી તેઓ, નિષ્ક્રિય બેઠા રહેવા કરતાં, ગમે તે લોકોપયોગી જનહિતકારી કાર્ય કરે તે ખોટું નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com