________________
(૧) દ્રવ્યનો પ્રતિબંધ એ આવશે કે તેને શિક્ષણથી લોકો તેમજ શિક્ષણ સંસ્થાના લોકો સાથે બંધાવું પડશે. (૨) ક્ષેત્રને પ્રતિબંધ એને માત્ર શિક્ષણ ક્ષેત્રમાં અગર તે જ્યાં શિક્ષણ સંસ્થા હશે ત્યાં જ રોકાઈ જવું પડશે; એ રીતે આવશે. (૩) સંસ્થાને સમયચક્ર પ્રમાણે બંધાવું કે એના નિમિત્ત બધે સમય આપવો એ કાળને પ્રતિબંધ આવશે. (૪) ભાવને પ્રતિબંધ એ આવશે કે સરકાર આશ્રત સંસ્થા ડાઈને શિક્ષણમાં સ્વતંત્ર વિચારે મૂકી શકશે નહીં. અથવા ખાનગી શાળા હશે તો તે સંપ્રદાયના શિક્ષણવિચાર સાથે બંધાવું પડશે; કે સરકારી શાળા હશે તે ધાર્મિક શિક્ષણ પણ નહીં આપી શકે. આમ શિક્ષણ પ્રવૃત્તિમાં પડતાં સાધુઓ માટે નિબંધનતા રહી શકશે નહી. તેમજ કેવળ શિક્ષણના ક્ષેત્રમાં પડવાથી બીજા ક્ષેત્રો સાથે અનુબંધ : સંપર્ક કે ઊંડી વિચારણું પણ અટકી પડશે. એથી બીજા ક્ષેત્રોને તે ન્યાય આપી શકશે નહિ. બીજા ક્ષેત્રોમાં અનિષ્ટો ચાલતાં હશે, સામાજિક મૂલ્યો ખવાતાં હશે ત્યારે ઊંડાણથી વિચારી કે ઉકેલી શકશે નહિં. પાદવિહાર અટકી પડતાં તે બીજા ક્ષેત્રનાં લોકોને ગુચવાતા પ્રશ્નમાં નૈતિક માર્ગદર્શન પણ આપી શકશે નહીં.
તે રપરાંત શિક્ષણ કર્યું આપવું? એ પણ પ્રશ્ન છે? સરકારી શિક્ષણ આપે તો તેના ધોરણ પ્રમાણે ગ્યતા મેળવવી જોઈએ, એટલું જ નહીં એ શિક્ષણને સામાજિક મૂલ્યો તરીકે બદલાવી શકે એમ પણ થવું જોઈએ. આજના શિક્ષણક્રમને એ રીતે બદલવા માટે પ્રારંભથી જ–પાયાથી જ ફેરબદલીની જરૂર છે અને તે સરકાર હસ્તક હાઈને જલ્દી થવું શંકાસ્પદ છે. એટલે શિક્ષણની પ્રવૃત્તિ આ રીતે સાધુ સંસ્થા સાથે બંધ બેસતી નથી.
(૨) ન્યાય : એક કાળે પાદરીઓ, કાછ મુલ્લાઓ, ઋષિબ્રાહ્મણે ધર્મગ્રંથોના આધારે ફેસલો આપતા પણ આજે આખા વિશ્વમાં ન્યાય સરકારના હાથમાં ચાલ્યા ગયા છે. સરકાર કાયદા-કાનૂન પાસ કરે અને ન્યાયાધીશ, પંચે, વકીલો તેને ચલાવે છે. એ ભણું કરીને ડીગ્રી મેળવેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com