________________
ગુણ ત્રણ છે –(૧) નિસ્પૃહતા. એટલે કે નિબંધનતા. બીજા શબ્દોમાં કવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના કોઈ પણ પ્રતિબંધ વગર વિચરવું. –શ્રીમદ્જીએ જેમ કહ્યું છે :
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રતિબંધ વિન,
વિચરવું ઉદયાધીનપણે વીતાભ જે... ! –કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબંધ વગર, માત્ર ઉદયાધીન પણે વિચરવું, એજ સાચી નિસ્પૃહતા–નિર્ચથતા છે.
(૨) સાર્વત્રિક ઊંડાણપૂર્વક વિચારણું એટલે કે માનવજીવનનાં બધાં ક્ષેત્રમાંથી કોઈમાં પણ અનિષ્ટો ચાલતાં હેય, સામાજિક મૂલ્ય ખેવાતાં હેય, અનુબંધ બગડયા હેય, તૂટયાં હોય તે તેને સતત વિચાર કરવો જોઈએ. તેને સુધારવા સાંધવા કે અનિષ્ટોને દૂર કરવા માટે તેણે ઉપાયે ધર્મદષ્ટિએ વિચારવા જોઈએ, અને તે પહેલાં તો નૈતિક ચેકી કરવી જોઈએ તેમજ પછી ધાર્મિક નૈતિક પ્રેરણા આપવી જોઈએ.
(૩) તેમણે યોગ્ય વ્યકિત અને સુસંસ્થાઓ સાથે સુસંપર્ક અને ઊંડાણથી અનુબંધ રાખવો જોઈએ. ભિક્ષાચરી અને પાદવિહાર:
આ મૂળભૂત ગુણે સાધવા માટે સાધુસંસ્થાના મૌલિક નિયમમાં બે વસ્તુ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યું છે. તે છે–ભિક્ષાચરી અને પાદવિહાર. પાદવિહારમાં જૈન સાધુઓ માટે અપ્રતિબદ્ધ-વિહાર સૂચવવામાં આવ્યો છે તેમ સન્યાસીઓ માટે પણ સર્વબંધને રહિત પરિવ્રાજકપણુ બતાવવામાં આવ્યું છે કે – “પિરિત્યજ્ય સર્વ-વંધન નતીતિ રિવાસ્તિસ્ય માવા મિત્રાનતા”
ભિક્ષાચરી સન્યાસીઓ માટે પણ બતાવવામાં આવેલી છે. તેને અર્થ એ થાય છે કે જીવનની ઓછામાં ઓછી જરૂરત, ભોજન વસ્ત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com