________________
૮૪
પૂ. દંડી સ્વામી : “બળવંતભાઈનું કહેવું એમ છે કે સાધુઓએ પ્રગતિને ટેકો આપવો જોઈએ; રૂંધવી ન જોઈએ. આ પવિત્ર સાધુ શિબિરના કાર્યમાં આપણે બેજ આવ્યા. ખરી રીતે તે વધુમાં વધુ આકર્ષણ આ કાળે આ બાજુ સાધુઓનું થવું જોઈએ.
પ્ર. નેમિમુનિ: બળવંતભાઈ! આપણે ઘડાયેલી સાધુસંસ્થાની દષ્ટિએ ચર્ચા કરી રહ્યા છીએ. બધાજ સાધુ-બાવાઓને આમ અલગ-અલગ વિચાર કરવા જશું તે નિરાશા સાંપડશે. ઘડાયેલી સાધુસંસ્થાના સભ્યો જાગશે તે જનતા એ બનાવટી કે નિષ્ક્રિય સાધુઓને નિકાલ આપોઆપ કરી નાખશે.
પૂ. દંડી સ્વામી: “એક સાધુજી ભાગવત વાંચતા હતા કે એક કથાકારને અદેખાઈ આવી. તેણે જ્ઞાતિના આગેવાનને ચઢાવ્યા અને તેમણે પૂછયું !” મહારાજ ! સાધુને ધર્મ શું !” સાધુ પણ પાકા હતા. તેમણે સામેથી પૂછ્યું “શું ગૃહસ્થ પિતાને ધર્મ પાળે છે !” આમ સાધુ–ગૃહસ્થ (સેવક) વચ્ચે ઘર્ષણ ચાલે છે. વાંક બધાને છે.
બળવંતભાઈ: “સાધુઓ પૂજનીય છે એટલે તેમને વાંક વધારે નહીં ?”
પૂ. દંડી સ્વામી : “એ રીતે બરાબર છે.
દેવજીભાઈ: “દરેક ધર્મોમાં સન્યાસીઓ વ્યક્તિ તરીકે સારા હશે પણ ઘડતર પામેલી સાધુસંસ્થા તરીકે જૈન સાધુઓ પાસે વધારે અપેક્ષા રખાય છે. એટલે જ સર્વપ્રથમ એમને કહેવામાં આવે તે સારૂં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com