SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પૂ. દંડી સ્વામી : “બળવંતભાઈનું કહેવું એમ છે કે સાધુઓએ પ્રગતિને ટેકો આપવો જોઈએ; રૂંધવી ન જોઈએ. આ પવિત્ર સાધુ શિબિરના કાર્યમાં આપણે બેજ આવ્યા. ખરી રીતે તે વધુમાં વધુ આકર્ષણ આ કાળે આ બાજુ સાધુઓનું થવું જોઈએ. પ્ર. નેમિમુનિ: બળવંતભાઈ! આપણે ઘડાયેલી સાધુસંસ્થાની દષ્ટિએ ચર્ચા કરી રહ્યા છીએ. બધાજ સાધુ-બાવાઓને આમ અલગ-અલગ વિચાર કરવા જશું તે નિરાશા સાંપડશે. ઘડાયેલી સાધુસંસ્થાના સભ્યો જાગશે તે જનતા એ બનાવટી કે નિષ્ક્રિય સાધુઓને નિકાલ આપોઆપ કરી નાખશે. પૂ. દંડી સ્વામી: “એક સાધુજી ભાગવત વાંચતા હતા કે એક કથાકારને અદેખાઈ આવી. તેણે જ્ઞાતિના આગેવાનને ચઢાવ્યા અને તેમણે પૂછયું !” મહારાજ ! સાધુને ધર્મ શું !” સાધુ પણ પાકા હતા. તેમણે સામેથી પૂછ્યું “શું ગૃહસ્થ પિતાને ધર્મ પાળે છે !” આમ સાધુ–ગૃહસ્થ (સેવક) વચ્ચે ઘર્ષણ ચાલે છે. વાંક બધાને છે. બળવંતભાઈ: “સાધુઓ પૂજનીય છે એટલે તેમને વાંક વધારે નહીં ?” પૂ. દંડી સ્વામી : “એ રીતે બરાબર છે. દેવજીભાઈ: “દરેક ધર્મોમાં સન્યાસીઓ વ્યક્તિ તરીકે સારા હશે પણ ઘડતર પામેલી સાધુસંસ્થા તરીકે જૈન સાધુઓ પાસે વધારે અપેક્ષા રખાય છે. એટલે જ સર્વપ્રથમ એમને કહેવામાં આવે તે સારૂં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034806
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy