________________
ઉપયોગિતાનાં પાસાંઓમધ્યમ માર્ગ ૨૫-૮-૬૧]
[ મુનિશ્રી નેમિચંદ્રજી ઘડાયેલી સાધુસંસ્થાની ઉપયોગિતાનાં સંદર્ભમાં તેનાં વિવિધ પાસાંઓ ઉપર વિચાર કરતાં એકાંત પ્રવૃત્તિમાર્ગ તેમજ એકાંત નિવૃત્તિમાર્ગ કઈ રીતે ઉપયોગી નથી તેનો વિચાર થઈ ચૂક્યો છે. કેટલાક વિચારકો આ બે છેડામાંથી મધ્યમમાર્ગ–વચલો માર્ગ વિચારે છે. તેમનું કહેવું છે કે હિંસા, અસત્ય, અન્યાય, પરિગ્રહ કુશીલ, ચેરી વગેરે દૂષણો પ્રવેશે તેવી સાવધ પ્રવૃત્તિ સાધુઓએ ન કરવી જોઈએ પણ સમાજમાં જ્ઞાન, વ્યવસ્થા અને સુખાકારી પ્રવર્તે એવી નિરવઘ, નિર્દોષ, શિક્ષણ, ન્યાય અને આરોગ્યની સેકહિતકારી પ્રવૃત્તિઓ કરવામાં એમને હરકત ન હોવી જોઈએ. ઊલટું, એમના સ્પર્શથી એ ક્ષેત્રનાં અનિષ્ટ પણ દૂર થશે અને સાધુસંસ્થાની ઉપયોગિતા પણ સિદ્ધ થશે.
હવે આ મુદ્દાના પ્રતિપાદનને વધારે ઉંડાણથી વિચારીએ. સાધુસંસ્થાના મૂળભૂત ગુણે:
અહીં ચેકસ ઘડાયેલી એવી જૈન સાધુસંસ્થાને લક્ષમાં રાખીને બીજી બધી સાધુ-સન્યાસી સંસ્થાની ઉપયોગિતાને વિચાર થઈ રહ્યો છે. તે માટે સાધુસંસ્થાના મૂળભૂત ગુણે અંગે વિચાર કરીએ. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com