________________
પણ એવા પ્રત્યાખ્યાને લે છે. ઘણીવાર તે સાધુઓ ગૃહસ્થોને કર્તવ્ય વિમુખ પણ કરી દે છે.
દેવજીભાઈએ પેલો દાખલો આપ્યો હતો, તેમ સાધુએ વિધવા માના દીકરાને નિવૃત્તિવાદી બનાવવા જતાં, તેને સર્વ પ્રથમ માતાની સેવાસુશ્રષાથી જ વિમુખ કરી મૂક્યો. આમ નિવૃત્તિવાદનું મોટું ભયસ્થાન એ ઊભું થયું છે કે આવી એક નકામી ફેજ ઊભી થાય છે. તેને લઈને સમસ્ત સાધુસમાજ ઉપર ભય તોળાય છે–સાથે જ જગતમાં બિનજવાબદારી, દંભ અને અકર્મણ્યતાને વધારે થાય છે. એટલું જ નહીં આવી જમાત સાચા પ્રવૃત્તિકાર અને નિવૃત્તિકાર, વિવેકી સાધુઓને વગોવવામાં પણ બાકી રાખતી નથી.
એટલે આવી અંધાધૂંધીને વહેલી તકે દૂર કરવી જોઈએ અને વહેલી તકે સમાજને આ મૂઢતાથી જાગૃત કરવા જોઈએ. એકાંત ઉત્પાદક શ્રમ અંગે સંત વિનોબાજીનો સ્વર પણ ઓછો થયો છે અને શાંતિ સૈનિકો વધારવાને નાદ તેઓ કરી રહ્યા છે. માટે બને છેડામાંથી સ્પષ્ટ ભાગ નક્કી કરવો રહ્યો.
ચર્ચા-વિચારણા સંયમલક્ષી પ્રવૃત્તિ
શ્રી દેવજીભાઈએ ચર્ચા શરૂ કરતાં કહ્યું: “સાધુસંસ્થા માટે તો નિવૃત્તિલક્ષી પ્રવૃતિ કે સંયમલક્ષી પ્રવૃત્તિ એજ મુખ્યપણે છે એકાંતપ્રવૃત્તિની વાત કરનાર કેવળ ભૌતિક ભાગને જોતાં જણાય છે. રામકૃષ્ણ, બુદ્ધ કે મહાવીર આ બધામાંથી કોઈ ભૌતિક પ્રવૃતિમાં પાવરધા નહીં હોય, એટલે જ સાધુસંસ્થાને પાયે આધ્યાત્મિક પ્રવૃત્તિ છે.
એકાંત નિવૃતિની વાત પણ હાસ્યાસ્પદ લાગે છે. તેના બે એક દાખલો આપું :
એક સાધુજીએ એક વિધવા બહેનને સુવાવડ કરવાની બાધા આપી દીધી. યોગાનુયોગે તે બહેનની ભાભીને જ સુવાવડ આવી. ભાભીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com