________________
ભગવાન મહાવીરે જે માત્ર શરીર પ્રવૃત્તિ જ કરી હોત તે સંઘરચના, સાધુઓને વિહારની વાત, ધર્મપ્રચાર, અનાર્ય પ્રદેશગમન વગેરે ક્યાંથી થાત ? તે ઉપરાંત સાધુસંસ્થાનું લક્ષ્ય પણ એકાંત નિવૃત્તિનું તે નથી જ. સ્થવિર કપી સાધુ પણ સંઘ સાથે બંધાયેલો છે. એટલે તે પિતાની સાધના સાથે સમાજને પણ સુધારવાનો પ્રયત્ન કરે છે. એટલે જ સાધુ સાથે જાતે તરનાર અને બીજાને તારનાર, જ્ઞાન પામનાર અને પમાડનાર, મુક્ત થનાર અને મુક્ત કરાવનાર વિશેષણે લાગે છે.
ત્યારે જ ભગવાન મહાવીર ગૌતમસ્વામીને કહે છે –સમય ગાયમ મા પમાયએ. (હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર! ) જે એકાંત નિવૃત્તિવાદ હોય તે તેમણે કહેવું જોઈએ કે કંઈપણ ન કર! તેઓ એમને પુરૂષાર્થ કરવા પ્રેરે છે એટલું જ નહીં પ્રસંગે પાત ધર્મ-પ્રવૃત્તિ કરવા માટે–અન્યના ઉદ્ધાર માટે મેકલે પણ છે.
દશવૈકાલિક સૂત્રમાં યતના વિવેકપૂર્વક કરવામાં આવેલી પ્રવૃત્તિમાં પાપકર્મનું બંધન પડતું નથી, એમ જણાવવામાં આવ્યું છે –
___ जयं चरे, जयं चिहे, जयमासें जयंसए ।
जयं भुंजे'तो भासंतो पावकम्मं न बंधई ॥ જે સાધક યાતનાથી ચાલે છે–(ચર્યા કરે છે ), ઊઠે છે, બેસે છે, સુવે છે, આહાર પાણી લે છે, બોલે છે તે પાપકર્મથી બંધાતું નથી. એકાંતનિવૃત્તિના સિદ્ધાંતની કસોટી
એક સાધુ વણઝાર સાથે વિહાર કરીને જાય છે. રસ્તામાં એ ભિક્ષા લેવા જાય છે. ત્યાં કોઈ એકલી બાઈ ઉપર કોઈ દુષ્ટ હુમલો કરે છે ? આવા વખતે સાધુનું શું કર્તવ્ય છે? શું તેણે વચમાં પડયા વગરબાઈને લુટાવા દઈને-ભિક્ષા લઈ આવવી કે પ્રવૃત્ત થઈ પેલા દુષ્ટને સમજાવી બાઈનું રક્ષણ કરી–પછી ભિક્ષા માટે આગળ જવું! બીજી વાત જ સાધુજીને વધારે પ્રશંસા અપાવે એવી છે. ખરેખર તે વખતે
આ કહેવાતા સિદ્ધાંતની કસોટી થઈ જાય છે. એટલું જ નહીં આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com