________________
૭૯
પ્રસંગમાં તે વ્યક્તિની હાજરી અને તેમાં પણ સાધુ જેવી વ્યક્તિની હાજરી જ કામ કરી જાય છે. તેને બદલે પિતાને એકાંત નિવૃત્તવાદી માની, સમાજ કે ચાલી આવતી પ્રણાલિકાને ખ્યાલ કરી તે ત્યાંથી પલાયનવાદી બની જાય તો લોકો તેના તરફ ઘણું કરશે અને તે પિતાના દંભને પોષશે-જે સાધુતાથી વિપરીત છે. સાધુની ઉચતા કઈ રીતે?
હવે બીજી દલીલ. સાધુ ગૃહસ્થથી ઉચ્ચ રહે તેને આગળ કરીને નિવૃત્તિવાદનો આશ્રય લેનાર માટે જેનસૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે – “સાધુ થયા પછી વ્યકિત ચારિત્ર્યથી પૂજાય છે ને કે તેના નિવૃત્તિપણથી, અકર્મણ્યપણથી, આળસથી કે બિનજવાબદારીથી ” ચારિત્ર્યનું લક્ષણ વર્ણવતાં કહેવામાં આવ્યું છે કે –મસુદ્દીયો વિવિરી, મુદ્દે વિત્તી યના રાત્તિ” એટલે કે અશુભથી નિવૃત્ત અને શુભમાં પ્રવૃત્તિ એ જ ચારિત્ર છે. એટલે અશુભથી નિવૃત્ત થવું એ તો ચારિત્ર્યનું એક અંગ થયું ત્યારે શુભ પ્રવૃત્તિ આદરવી એમાં સંપૂર્ણ ચારિત્ર્ય છે-તે પૂજાય છે. આમ એકાંત નિવૃત્તિ ચારિત્ર્યનું અંગ નથી. ગૃહસ્થાથી અતડા રહીને, જુદા રહીને ઉચ્ચપણું કે પૂજ્યતા આવતી નથી–તેમના હિત માટે આધ્યાત્મ માગે તેમને લઈ જવામાં છે. | પ્રવૃત્તિ કરવામાં દોષ ત્યારે જ ગણાય જ્યારે વિવેક ન હોય, તેમજ તે ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ કરાવવા નિમિત્તે થતી હોય. પણ, જીવનમાં તપ-ત્યાગ વડે સમાજનાં અનિષ્ટોને દૂર કરવા, સમાજને ચેતવવો, સામાજિક મૂલ્યોને સાચવવાં એવી સત્ય-અહિંસા પ્રધાન પ્રવૃત્તિ હોય તે તે ઉચ્ચ ગણાય છે. એકાંત નિવૃત્તિવાદનું ભયસ્થાનઃ
આજે એકાંત નિવૃત્તિવાદ એવી રીતે સાધુસંસ્થામાં વહી રહ્યો છે કે ગૃહસ્થ વર્ગ પણ તેની અંદર દેખાદેખી ઢસડાઈ રહ્યો છે. સાધુએ આહાર વિહારમાં સંયમને લીધે દાતણ-સ્નાન નથી કરતાં એટલે ગૃહસ્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com