________________
CS
પણ, તેમણે તે વ્યક્તિગત નિર્લેપતા સાધી હતી આખા સમાજના માર્ગદર્શક તેઓ નહોતા બન્યા. એવી જ રીતે એક્લ દેકલ સંત, કબીરછ કે સંત વિનોબાજી થવાથી સમસ્ત સાધુસંસ્થાને વિચાર ન થઈ શકે. આખા સમાજના માર્ગદર્શક બનવા માટે તે ભૌતિક પ્રવૃત્તિને સદંતર ત્યાગ જ, સમાજચિંતન, નિશ્ચિતતા અને એકાગ્રતા આપી શકશે.
જૈન શાસ્ત્રોમાં નમિ-રાજર્ષિ. જેમનું બીજું નામ જનક હતું; દીક્ષા લેવા જાય છે ત્યારને એક ઉલ્લેખ મળે છે. ઈદ્ર તેમને આવીને પૂછે છે: “તમે ક્ષત્રિય છે. પ્રજાના રક્ષણ માટે કોટ કિલ્લા તેમજ અન્ય બંદોબસ્ત કરીને જાવ અને સન્યાસ ગ્રહણ કરે એ ઠીક ગણાય !”
નમિ રાજર્ષિ કહે છે: “બાહ્ય ક્ષત્રિયત્ન કરતાં આધ્યાત્મિક ક્ષત્રિયત્ન એજ ઉત્તમ છે. એને સાધવા હું મુનિ દીક્ષા લઉં છું. તેમ જ લોકોના મોટા શત્રુ જરા-જન્મ-મરણથી તેમનું રક્ષણ થાય તે માટે માર્ગ શોધવા જાઉં છું. હું કર્તવ્ય છેડીને ભાગતો નથી, પણ વિશાળ કર્તવ્ય સ્વીકારી આખા વિશ્વને કુટુંબી બનીને સત્યશ્રદ્ધા, સંવર, ક્ષમા, ગુપ્તિ, વૈર્ય, તપ અને ત્યાગમાં પુરુષાર્થ દ્વારા અનુબંધ જોડીને અધ્યાત્મશ્રમ કરવા જાઉં છું. આ દાખલા ઉપરથી ઉતપાદક શ્રમના પ્રતીક રૂપે પણ કંઈક કરવું જોઈએ એ દલીલ ઊડી જાય છે. ખરેખર તો સાધુને એવું કંઈ આવશ્યક નથી. કોઈપણ પ્રકારની ગ્રંથિ માર્ગદર્શનના કાર્યને અટકાવનાર છે. એટલે નિગ્રંથ બનીને, પ્રવૃત્તિ વાળાઓને માર્ગદર્શન આપી, સામાજિક ગૂચે તેઓ ઉકેલી શકે છે. એકાંત નિવૃત્તિવાદની દલીલોની છણાવટ :
એકાંત નિવૃત્તિ વાદીઓનું કહેવું છે કે શરીર છે ત્યાં સુધી દરેક પ્રાણું માણસ કે સાધુ સુધાંને કાંઈને કાંઈ પ્રવૃત્તિ કરવી જ પડે છે. એટલે આટલી શારિરીક અનિવાર્ય પ્રવૃત્તિ ઉપરાંત બીજી પ્રવૃત્તિ કરવાની શું જરૂર છે? આમ કહેવામાં તેઓ ભીંત ભૂલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com