________________
૭૫
વધશે અને ઉત્પાદનને મોહ વધતાં આસક્તિ પણ વધશે. સાધુ જીવનના મુખ્ય ધ્યેય કે જવાબદારી પ્રત્યે દુર્લક્ષ્ય અને પ્રમાદ વધશે. એટલે તેની નિર્લેપતા ખતમ થઈ જશે. સમય કે નિશ્ચિતતા ન હોવાના કારણે નિષ્પક્ષ માર્ગદર્શન પણ આપી શકાશે નહીં.
એની સાથે ઉત્પાદક શ્રમ કરતો હોઈને તેને ભિક્ષા અધિકાર રહેતું નથી. એથી કરીને એને પિતાની આજીવિકાની પ્રતિષ્ઠા ટકાવી રાખવાની ચિંતા થશે. એટલે સમાજશુદ્ધિ માટેનું ચિંતન ધીરે-ધીરે છૂટી જશે અને એકાંત, પિતાને ટકાવી રાખવાની વૃત્તિ જાગશે.
તે ઉપરાંત સાધુએ નૈતિક-ધામિક દષ્ટિએ માર્ગદર્શન આપવાનું છે; ભૌતિક દૃષ્ટિએ નહીં, જેથી તેને એ બધા ભૌતિક વિષયોનું જ્ઞાન હેવું જરૂરી નથી. નીતિ અને ધર્મની પ્રેરણું તે તે પિતાનાં તપ-ત્યાગ-જ્ઞાન વડે આપી શકે છે. એના માટે ઉત્પાદક શ્રમ જરૂરી નથી. સારી નઠારી પ્રવૃત્તિ અંગે ભાન કરાવવું જરૂરી છે.
આજે તે જે લોકો ગળાબૂડ અને આંધળી પ્રવૃત્તિઓમાં પડેલા છે તેમને ભાન કરાવવાની જરૂર છે કે કઈ પ્રવૃત્તિ સારી છે અને કઈ નઠારી છે? તે પ્રવૃત્તિ મહારંભી મહાપરિગ્રહી છે કે અલ્પારંભી અ૫ પરિગ્રહી છે એ માટે એમ કહેવું કે તેમનાં મશીન કે કારખાનાંના એક એક યંત્રો કેવા છે તેનું ઊંડું જ્ઞાન હોવું જોઇએ તે યોગ્ય નથી. એના માટે તે સાધુસંસ્થાએ તાદાઓ-તટસ્થતા, અનાયાસ-આયાસ, નીતિધર્મ વ.ના જ્ઞાનની જરૂર છે.
એ માટે ભગવાન મહાવીરે ગૃહસ્થ સાધકો માટે રોજ ત્રણ મનોરથ ચિંતવવાનું કહ્યું છે -કયારે એ દિવસ આવે કે, (૧) હું આરંભ (ઉત્પાદક શ્રમ)થી નિવૃત્ત થાઉં (૨) સર્વથા પરિગ્રહ (અલ્પ મોહ)થી નિવૃત્ત બની નિગ્રંથ બનું; અને (૩) જ્યારે હું પંડિત મરણ પામું. આ માર્ગ ભગવાન મહાવીરે જતે ખેડીને બતાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com