________________
૭૬
ભૌતિક ઉત્પાદક શ્રમ તરફ સમાજને ઘસડવાથી સમાજનાં નૈતિક મૂલ્યો ખોવાઈ જાય છે અને જાગૃતિ રહેતી નથી. એટલે ભગવાન મહાવીરે તેને સાધુ-સંસ્થા માટે આવશ્યક ન ગણીને, અને ગૃહસ્થ માટે પણ આધ્યાત્મિકતાનું લક્ષ્ય રાખીને કરવાની વાત કરી છે. ભગવાન બુદ્ધ અને ખેડૂત :
ભગવાન બુદ્ધ જ્યારે ઘર છોડીને નીકળ્યા ત્યારે અજાણ પ્રદેશના લોકો તેમની ટીકા કરતા. એકવાર એક ખેડૂતને ત્યાં તેઓ ભિક્ષા માટે જઈ પહોંચ્યા. ખેડૂતે પુછયું : “તમે તે હૃષ્ટ-પુષ્ટ છે. તમારું શરીર સારૂં છે; છતાં તમે ખેતી કેમ નથી કરતા ? અને ભિક્ષા માંગે છે !”
બુદ્ધ કહે: “હું પણ ખેતી કરું છું.”
પેલો ખેડૂત કહેઃ “તમારા બળદો ક્યાં છે? હળ કયાં છે? બી કયાં છે ? ખેતર ક્યાં છે? અને કઈ રીતે નિંદામણ કરે છે ?”
બુદ્ધ કહે : “મારી પાસે સંયમ રૂ૫ બે બળદે છે. વિવેક રૂપી હળ છે. સમાજનું હૃદય એ ભૂમિ (ખેતર) છે. તેમાં વિશ્વવાસલ્ય ભાવ (અધ્યાત્મ ભાવ) રૂપ બીજ વાવું છું અને તૃષ્ણ, વાસના રૂપ કાંટાકાંકરા હોય તેને તપ-ત્યાગ રૂપી નિંદામણથી દૂર કરું છું. એનાથી સદ્દગુણે રૂપી પાક ઉતરે છે. જેને હું સહુને વેચું છું. એ આધ્યાત્મ ખેતીનો હું રખેવાળ છું. એવી આધ્યાત્મિક ખેતી મને અને જગતને આનંદ આપનારી હોય છે.”
ખેડૂત ખૂબ રાજી થયો અને બુદ્ધ પાસે સાચું જ્ઞાન પામી તેણે એમને ભિક્ષા આપી. સાધુસંસ્થા માટે પણ આવી આધ્યાત્મ ખેતી ઉપયોગી છે. ભૌતિક ઉત્પાદક શ્રમ નહીં. એકલ દેકલ કે વ્યક્તિગત ઉદ્ધાર નહીં પણ સામાજિક ઉદ્ધાર:
જનકજી અને ભરતજી વગેરે રાજ્ય કરવા છતાં, ગૃહસ્થ કર્મ કરવા છતાં નિર્લેપ રહી શક્યા તેમ સાધુઓ ન રહી શકે? એમ ઘણા કહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com