________________
૭ર
કરતાં થાય તે શોષણ અટકી પડશે. રશિયા તેમજ અન્ય સામ્યવાદી દેશોમાં એ સિદ્ધાંત સ્વીકાર્યો છતાં ત્યાં રાજ્યદ્વારા શોષણ ચાલુ જ છે. એટલું જ નહીં કરોડોના ધુમાડે બિનજરૂરી મેગાટ બેંકના પ્રયોગો એ નામે થઈ રહ્યા છે. ઉલટું રાજ્ય વડે જ્યારે શોષણ ચાલુ થાય ત્યારે માનવના મૂળભૂત ગુણે વાત્સલ્ય, ઉદારતા, ક્ષમા, દયાનું શેષણ થતું જાય છે. મોટી સંખ્યામાં વિપક્ષીને મારી નાખવા; તેમને જાહેરમાં નીચે પાડવા કે ગૃહયુધ્ધમાં ભાઈ-ભાઈ વચ્ચે લડાઈઓ પેદા કરવી એ આજે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ.
એટલે શેષણ કેવળ શ્રમથી અટકતું નથી; પણ ઉત્પાદક શ્રમના પરિણામે જે ઉત્પાદન થાય તેના સમ વિતરણથી અટકે છે; જરૂર પ્રમાણે સહુને મળે અને સહુ રાખે એવી ભાવનાથી તે અટકે છે. ઉત્પાદન વૃદ્ધિની સાથે શેષણ ન થાય એ માટે પણ સાધુ સમાજની એ અંગેની નૈતિક ચેકી, ધર્મપ્રેરણ અને માર્ગદર્શન જરૂરી છે. દરેકે ઉપાદક શ્રમ કરવો જોઈએ એના કરતાં એમ કહેવું જોઈએ કે દરેકે સમાજોપયોગી શ્રમ અલગ અલગ પ્રકારે કરવો જોઈએ.
ભારતીય સાધુસંસ્થા તપ-ત્યાગ વડે ઘડાયેલી છે. તેણે પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડયા છે એટલે જ તેને માર્ગદર્શન આપવાની અધિકારી માનવામાં આવેલ છે. આવી સંસ્થા પાસે ઉત્પાદક શ્રમની આશા રાખવી વધારે પડતી છે; તેમજ તપ-ત્યાગના બદલે ઘરગથ્થુ પ્રવૃત્તિઓ કરવા જતાં તે મર્યાદા ચુકે અને નુકશાનકર્તા થાય એવી વધારે શકયતા છે.
એ ઉપરાંત ઉત્પાદક શ્રમ એટલે શું કરવું? તેની ચોકકસ વ્યાખ્યા વગર કેવળ કાંતણ-વણાટથી પણ દેશનું કે લોકોનું કલ્યાણ થશે એમ માનવું વધારે પડતું છે. બધા ચરખા ચલાવતા રહે તો કેવળ સુતર વણાય. પછી તેને વણે કોણ? વણ્યા પછી તેને વહેચે કોણ? અને કેવળ વણવાથી જ બધે ઉત્પાદક શ્રમ થઈ ન જાય ! એટલે શ્રમ કોને કહે ? તેની વ્યાખ્યા અને વર્ગ કરવાથી જ એ દિશામાં સામાન્ય લોકોની કક્ષાએ કંઈક વ્યવસ્થા આવશે. નહીંતર એ ઉત્પાદક શ્રમ વ્યર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com