________________
૭૧
બીજી દલીલ એ છે કે સાધુસંસ્થા જે પ્રવૃત્તિ કરવા માંડશે તે ગૃહસ્થ વર્ગ અને સાધુ વર્ગમાં ફરક શું રહેશે? લોકો સાધુને પૂજ્ય એટલા માટે માને છે કે તેમણે જગતની પ્રપંચભરી પ્રવૃત્તિઓને ત્યાગ કર્યો છે. ગૃહસ્થ વર્ગ કરતાં તેમનામાં વિશેષતા એકાંત નિવૃત્તિ જ છે. તેથી જ સાધુસંસ્થા નિલેપ રહી શકશે.
ત્રીજી દલીલ એ છે કે પ્રવૃત્તિમાં પડશે તે અનેક દોષો ચોંટી જશે. અને સાધુત્વ નષ્ટ થઈ જશે. આંખની પાપણું હાલે તેવી શારિરીક પ્રવૃત્તિને પણ તેણે લાચારી પૂર્વક અને દોષ માનીને કરવી જોઈએ. તેણે તે પૂર્ણ નિવૃત્તિનાં પ્રતીકસમી લેશી અવસ્થા તરફ દેટ મૂકવી જોઈએ. અને વાતે બે ધ્રુવને છેડા જેવી :
આમ જોવા જઈએ તે એ વિચારધારાના બે છેડા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલા અંતરના છે. આમાં વચમાંનો એક મધ્યમવર્ગ છે તે ચોકકસ સિદ્ધાંત ઉપર નથી. તે થાબડ ભાણું જેવો છે. ત્યારે ચોથે સ્પષ્ટ માગ સાધુસંસ્થાની મર્યાદાને ધ્યાનમાં રાખીને નકકી કરેલો છે. અત્યારે તે એકાંત પ્રવૃત્તિ અને એકાંત નિવૃત્તિ એ બન્ને માર્ગ ઉપર વધારે વિચાર કરવાનું છે. બાકીના બે માર્ગો ઉપર ત્યારબાદ વિચાર કરશું. એકાંત પ્રવૃત્તિ માર્ગની દલીલની છણાવટ :
એકાંત પ્રવૃત્તિમાર્ગની પહેલી દલીલ ઉત્પાદક શ્રમ અંગે વિચારીએ. આ દલીલ સાવ તરછોડવા જેવી તો નથી જ. સમાજ સેવકો કે કંઈપણું સિદ્ધાંત વગર કેવળ ભગવા ધારણ કરીને, રાખ ચોપડીને ફરતા સાધુસમાજ સુધી એ ઠીક છે. પણ, આપણે ચોકકસ અને ઘડાયેલી સાધુસંસ્થા અંગે જ્યારે વિચારીએ છીએ. તે પ્રમાણે તેના સિદ્ધાંત, ભૂમિકા અને મર્યાદાનું જ્ઞાન તે હેવું જોઈએ. તે જાણ્યા વગર ગાળ અને ખેળને સરખા ઘણું કંઈપણ કહેવું એ ન્યાયપુરઃસર નહીં ગણાય.
તે ઉપરાંત મોટામાં મોટું ભ્રામક તવ એ છે કે બધાય લોકો શ્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com