________________
ઉપર ભાર રૂપ છે. જે સારા સાધુએ છે તેઓએ પણ ઉત્પાદક શ્રમ કરવો જોઈએ. માત્ર જ્ઞાનની વાત સામાજિક જીવનને પલટી શકતી નથી. તેમણે કોઈને કોઈ પ્રકારનો ઉત્પાદક શ્રમ, કાંતણું, વણાટ, ગ્રામોદ્યોગ વ. માંથી ગમે તે કરવો જોઈએ. દલીલ એ કરવામાં આવે છે કે જે તેઓ ઉત્પાદક શ્રમ નહીં કરે તે તેમના બદલે બીજા કોઈએ ઉત્પાદક શ્રમ કરવો પડશે. આમ અન્ય વ્યક્તિ ઉપર તેને ભાર પડશે. જેથી એનું શોષણ થશે.
ખાસ કરીને ઉત્પાદક શ્રમની વિચારધારા મહાત્મા ગાંધીજીથી અને ત્યારબાદ વિનોબાજીના સમયથી ચાલુ છે. પણ મહાત્મા ગાંધીજી ચેકસ ઘડાયેલી સાધુસંસ્થા માટે ઉત્પાદક શ્રમને આગ્રહ ન હેત રાખતા. એક વખતે દેશની દરિદ્રતા અને બેકારી તેમજ લેકેની આળસુવૃત્તિના કારણે એમ કહેવાયું કે જે ઉત્પાદક શ્રમ કરે તેજ જીવનને હકદાર છે. એના કારણે લોકો અવશ્ય સ્વાવલંબી બનવા લાગ્યા. પણ લોકો અને સાધુસમાજને એક તેલ તળવામાં મેટી ભૂલ થઈ હતી. એ જરૂર હતું કે તે વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે રાજનૈતિક આંદોલન સિવાય કઈ પણ વૃત્તિ ન હોઈને. દરેકે ફરજિયાત કાંતવું એ ઉચિત ગણાયું પણ આજે મોટાભાગના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અપવાદ સિવાય એણે સક્રિય રૂપ લીધું નથી.
તે છતાં આજના સર્વોદય વિચારવાળા એ અંગે ઘણુ બધા કટ્ટર છે. એક અંશે હું મારું ઉત્પાદન જાતે કરું કે મારો શ્રમ પણ લોકોના ઉત્પાદન કાર્યમાં ઉપગી નીવડે તે પણ વ્યાજબી છે. પણ જે કરતા એ લોકો દાખવે છે તે વિચારણીય છે. સર્વોદય કેન્દ્ર-ખીયેલમાં અમારું ચોમાસું હતું ત્યારે સર્વોદયના પ્રસિદ્ધ વિચારક ધીરેન્દ્રભાઈ મજુમદાર ત્યાં આવ્યા હતા. તેમણે એ મતલબનું કહેલું કેઃ “આજે સાધુ–સન્યાસી-બ્રાહ્મણ બીજાના શ્રમ ઉપર નભે છે. સૈનિક કે ક્ષત્રિય વર્ગ પણ ઉત્પાદક શ્રમ કરતો નથી. વહીવટ કે વેપાર કરનાર વર્ગ પણ કંઈ ઉત્પાદક-શ્રમ કરતો નથી. આમ કમંડલ છાપ, બંદૂક છાપ અને પાધડી છાપ એ બીજાના શ્રમ ઉપર નભે છે. એટલે એ શોષણ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com