________________
ઉપયોગિતાનાં પાસાંઓ (પ્રવૃત્તિ અને નિવૃત્તિ) મુનિશ્રી નેમિચંદ્રજી ]
[૫] [ ૧૮-૮-૬૧
સાધુસંસ્થાની ઉપયોગિતાના સંદર્ભમાં ચક્કસ અને ઘડાયેલી જૂની સાધુસંસ્થાની દષ્ટિએ લક-માર્ગદર્શન અને તેના અન્વયે, ઉપદેશ, પ્રેરણા આદેશ અને માર્ગદર્શન એ સારી રીતે વિચારાઈ ગયું છે. હવે સ્પષ્ટ રૂપે પ્રવૃત્તિ કે નિવૃત્તિ એ અંગે વિચારવાનું છે. કારણ કે જ્યાં સુધી પ્રવૃત્તિ-નિવૃત્તિને ભાગે સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી સાધુસંસ્થા પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કયાં અને કેવી રીતે કરી શકે? એટલે આ આખો પ્રશ્ન જૂની અને ઘડતર પામેલી ચેકસ સાધુસંસ્થાની દષ્ટિએ વિચારવાનું છે. કોઈ એકલદોકલ વ્યક્તિ, સંત, સાધુજાતિ કે ભક્તની દૃષ્ટિએ નહીં.
સાધુસંસ્થાની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ અંગે અત્યારે ચાર વિચાર પ્રવાહ આપણું નજર સામે છે. (૧) એકાંત પ્રવૃત્તિવાદી (૨) એકાંત નિવૃત્તિવાદી (૩) મધ્યમમાર્ગ (૪) સ્પષ્ટ માર્ગ. એમાંથી પ્રારંભના બે પ્રવાહે ઉપર વિચાર કરીએ.
એકાંત પ્રવૃત્તિવાદી : એમનું કહેવું છે કે સાધુસંસ્થાએ દરેક પ્રવૃત્તિ કરવી જોઈએ. ભારતમાં આજે ૭૦ લાખ સાધુઓ છે તે પૈકીના ઘણાખરા સમાજોપયોગી કાર્ય કરતા નથી. એવા નકામા સાધુ સમાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com