________________
શ્રી. માટલિયા : “મા-બાપ, ગુરુ, નિર્મળ સંત અને જ્ઞાની હંસ આ ચાર પાત્રે પરમ પૂજ્ય છે. તેમાં નિર્મળતની નિર્મળતાનું એ પરિણામ છે કે કાયદા વગર પણ સમાજ ઠીક રહે છે. એ સાધુસંસ્થામાં સડે પેઠે તે તેને દુર કરવો જોઈએ પણ હાજરી બગડે તો જુલાબ લેવાય, આપઘાત ન થાય.”
હારમતી બેન : માટીને પણ લીલ વળે છે તેમ સાધુ સંસ્થા પણ સડાથી બકાત રહી શકી નથી. તે તેને દૂર કરી રહ્યો.
સવિતા બેન: એક સાધુના કાર્યની દવા વિ.ની પ્રશંસા કરતાં કહ્યું: “આટલાથી કોઈ કાર્ય ન થાય. ક્રાંતિનું પાયાનું કામ થવું જોઈએ. નહીં તે અંધશ્રધ્ધાથી લોકજાગૃતિનું કામ થાય નહીં. સાંઈબાબા ગયા પણ આજે તેમના ભક્તો ઘણા છે. કેટલાક અડધો પગાર આપી દે છે પણ એની પાછળ નિઃસ્વાર્થપણું તેમજ સાચી સમજ કેટલી!”
પૂ. નેમિમુનિ: “પરિસ્થિતિ પરિવર્તન અને સમાજ પરિવર્તન બન્ને બાજુથી કામ લેવું પડશે. આજે સાધુઓને ઉપયોગ દર્શન અને પ્રવચન માટે રહે છે. તે પરિસ્થિતિ અને સમાજ માનસનું પરિવર્તન કરવું પડશે.
પૂ. દંડી સ્વામી: “કાટ લાગે છે તે કાઢ પડશે.
પૂ. નેમિમુનિઃ “પણ તેમ કરવા જતાં ન વાડે ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com