________________
બીજાના દે તરફ જરાપણ આંખ મીંચશે નહીં. છતાં સામુદાયિક ભાવનાના ઉદય પ્રમાણે એ વિચારશે વાતાવરણને વશ નહીં થાય પણ વાતાવરણને દરવશે. અશુભને સામુદાયિક રીતે રોકી શુભને સામુદાયિક ઉદય કરશે કરાવશે. પ્રયોગ કરશે અને કરાવશે. ગુણવિકાસથી સમાજની સમયસર સુધારણા કરશે ભારતની સંસ્કૃતિને દીપાવશે. પરદેશમાં આધ્યાત્મિક શક્તિને સંજશે. ભાવાત્મક ઐક્ય જગતમાં ઊભું કરશે અને તટસ્થતા જાળવશે.
મતલબ કે આજનો યુગ સામુદાયિક યુગ છે-સંગઠન યુગ છે તે તે પ્રમાણે સમુદાયનાં સુખ, શાંતિ, ગુણવિકાસ વ. વધારીને, તે નિમિત્તે લોકોને માર્ગદર્શન આપીને આ યુગમાં પિતાની યોજના સિદ્ધ કરશે. જરાક વ્યાપક થાય તો!
શ્રી. દેવજીભાઇએ જૈન સાધુસંસ્થાના ઘડતરને અંજલિ આપીને કહ્યું. “જૈન સાધુસાધ્વીઓમાં આટલી આકરી તપસ્યા હોવા છતાં સંકુચિતતા અને બગાડ પણ છે. એક જૈન સાધુનો દાખલો આપુ. ૮૨ વર્ષના થવા આવ્યા છે. ડોલી વાપરતા નથી. ૮-૧૦ વર્ષીતપ કર્યા છે અને દશ-બાર ઉપવાસે અત્યારે પણ માસમાં કરે છે. વાંચન ઊંડું પણ બહારના વાતાવરણથી અજાણ રહેતાં સંકુચિતતા આવી ગઈ છે. આવાં તો અનેક પડયાં છે. જે જરાક વ્યાપક થાય તે જગતમાં ચારિત્ર્યનાં આશ્ચર્યજનક પરિણામો આવી શકે. તેઓ જાતે વ્યાપક બને તેમ સમાજ પણ એમને વ્યાપક માર્ગે પ્રેરે”
ત્યારબાદ તેમણે સર્વોદય સંમેલનમાં જઈ આવેલા વેદાંતી મિત્રે લાટીવાળા પાસે બે રસીદ લખાવી પણ દીકરાના કહેવાથી બે લાભ લેવો જતો કર્યો અને લાટીવાળો એછું આપને તેને ઉઘાડે પાડ પડે તે અંગે વાત કરી. તેમણે કહ્યું. “જે સમજાવવાથી કુટેવ સુધરે તે સારું નહીંતર, તેની સામાજિક પ્રતિષ્ઠા તેડીને પણ સુધારવો જોઈએ.
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com