________________
માર્ગે વાળવો જોઈએ. જેમ ભાલ નળકાંઠા પ્રયોગમાં પૂ. મુનિશ્રી સંતબાલજીએ લોકોને કર્તવ્ય માગે પ્રેર્યા અને ન છૂટકે થનારા યંત્રનો ઉપયોગ સહકારી માર્ગે વાળ્યા. દ્રવ્ય આજે ગમે તે ભાગે વેડફાઈ જાય છે એમ નહીં થવું જોઈએ. કારણ કે તેથી ઓછી વસ્તુ પેદા થતાં મન ટૂંકું થઈ કલેશવાળું બની જાય. ખેતી, ગોપાલન, વ. ભૌતિક ચીજોને લોકે સાચે અને સારો ઉપયોગ શી રીતે કરે? નિરર્થક વેડફાતી સંપત્તિને રેકી કરુણાભાવે તેને ઉપયોગ સમાજ કરી શકે તેવું નીતિયુક્ત લોકશિક્ષણ મળે.
(૨) કાળની દષ્ટિએ તે જુદા જુદા કાળનું ક્રાંતસ્વરુપ ઓળખીને પરિણામ તપાસે રૂઢિગ્રસ્તતાને પાનખર ઋતુની જેમ ખેરવી નાખે. એમાં તે જરાયે અનિયમિત ન બને. કારણ કે લોઢું તપે ત્યારે જ ઘા થવો જોઈએ, નહિ તો સમાજને સંહાર નીપજી જાય. વિવાદ તેડી સાધુ પુરુષ સંવાદ જગવે છે.
૧૯૫૬ ના મહાગુજરાતના હુલ્લડ વખતે જે કહેવાની જરૂર હતી તે મુનિશ્રી સંતબાલજીએ તે જ વખતે કહ્યું. ભલે સમાજને ગળે તે વખતે ન ઉતર્યું. વિનોબાજીએ એ જ વાત બે ત્રણ વર્ષ બાદ કરી.
, (૩) એજ રીતે ક્ષેત્રની કઈ અવસ્થા છે-પરંપરા કઈ છે? તે પણ જોશે, આ ક્ષેત્ર પરીક્ષક ચીન, ઈગ્લાંડ, અમેરિકા, રશિયા વગેરેમાંથી સારું જરૂર ખેંચશે, પણ આંધળું પ્રશંસાત્મક અનુકરણ નહીં કરે.
(૪) ભાવથી સમાજ મૂઢ હશે, ભાવાવેશવાળ હશે, પૂર્વગ્રહવાળો હશે કે રાગદ્વેષ ભાવવાળે હશે તે ત્યાં સહિયારી શુદ્ધિનું કામ તે કરશે. પિતાના સમાજને સાચે માર્ગે દોરવાશે, માર્ગ અવરોધનારની સામે થશે તેમજ પ્રસંગે પાત સામુદાયિક આંદોલન પણ ઉપાડશે. પ્રશ્ન ગમે ત્યાંના હોય, પંજાબને કે આસામનો, દેશનો કે વિદેશને! જ્યાં ભય. લાલચ જેવા દે હશે ત્યાં સંશુદ્ધિનું કામ પણ સાધુ કરશે.
આમ બધા પ્રશ્નોમાં, બધા સમૂહમાં રહેવા છતાં લેપાશે નહીં. “આપણું બધું સારું” એમ આંધળાપણે માનશે નહીં. પિતાના કે.
વખતની સંતબાલજાતના હુમલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com