________________
માર્ગદર્શનને સારે એ દાખલો ભગવાન બુદ્ધના જીવનમાં મળી આવે છે. બુદ્ધ એકવાર જ્યાં વિરાજત હોય છે ત્યાં એક સ્ત્રી ગૌતમીના બાળકને નાગ કરડે છે અને તે મરી જાય છે. વૈદ્ય તેને મરેલો જાહેર કરે છે અને જ્યોતિષી પણ! પણ, ગૌતમનું મન માનતું નથી. અંતે તે સાંભળે છે કે બુદ્ધ એનું દુઃખ દુર કરી શકશે. તે બુદ્ધ પાસે જાય છે. ત્યાં બધી પરિષદ વચ્ચે ભગવાન બુદ્ધ તેને બોલાવે છે. ગૌતમી તેમના ચરણોમાં બાળક નાખીને કહે છે કે બધા એને મરેલે કહે છે, પણ તેને તમે જીવાડી શકો છો; માટે એને જીવાડે !”
ભગવાન બુદ્ધ કહે છે “ભલે ! એને જીવાડું પણ તારે મારી એક શરત માનવી પડશે. તે એ કે જે ઘરમાં કોઈ ન ભર્યું હોય ત્યાંથી એક મુઠ્ઠીભર સરસવના દાણ લાવવા પડશે !”
ગૌતમીને થાય છે કે એમાં શું છે. તે દેડતી દોડતી નગરમાં જાય છે. સરસવના દાણું માંગે છે, બધા આપે છે પણ મરણની વાત પૂછે છે ત્યારે બધા કહે છે કે અમારું અમુક સગું મરી ગયું છે. ગૌતમી થાકીને ભગવાન બુદ્ધ પાસે આવે છે. બુધ સરસવના દાણ માંગે છે. તે ઉપરથી બુધ્ધ અને મૃત્યુ વિજય માટે માર્ગદર્શન આપે છે અને તે બૌદ્ધ ભિક્ષણું બની જાય છે. આમ સાધુઓએ સ્પષ્ટ માર્ગદર્શન આપવું જોઈશે.
પણ, એ માટે સાધુ સન્યાસીઓએ આજના પ્રશ્નોને ઊંડાણથી વિચાર કરવો પડશે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ પ્રમાણે તેમાં માર્ગદર્શન આપવું પડશે. એ અંગે અનુભવ હે પણ જરૂરી છે. હેમચંદ્રાચાર્યમાં પૂર્વભવના પ્રબળ સંસ્કાર હતા. શંકરાચાર્યે મંડનમિશ્રની પત્ની પાસે જ્ઞાનાનુભવ મેળવ્યો અને પરકામ પ્રવેશ કરીને પણ જ્ઞાન મેળવી લોકોને માર્ગદર્શન આપ્યું. લોકાનુભવ મેળવવા માટે જ સાધુતાની સાથે પરિવ્રાજકપણું જોડવામાં આવ્યું છે. વ્યાપક અનુભવ પછી જ ખરું માર્ગદર્શન આપી શકાય.
આ ઉપરથી આપણે એવા નિચોડ ઉપર આવીએ છીએ કે કેવળ ઉપદે નહીં પણ પ્રેરણા, આદેશ એને માગદશન પણ સાધુઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com