________________
ભગવાન મહાવીરના ધ્યાનમાં એ વાત આવી. આમાં કેવળ શંખે ખુલાસો ન કર્યો એ સિવાય કોઈ દેષ નહો; અને ધર્મ માગે પ્રબળ ભાવનાને ન રોકવી જોઈએ, તે વિચારે તેમણે બધા શ્રાવકોને કહ્યું : "माणं अज्जो! तुज्झे संरवं समणोबास हीलह, निंदह, रिषंसह, गरहह अवमन्नह । संखेणं समणोवासह पियधम्मे, चेव, दढधम्मे, चेव सुदकरवु जागरिचं जागरिएं। (भगवती सूत्र १२स.-१३.)
આર્યો! તમે શ્રમણ પાસક શંખની અવહેલના, નિંદા, મશ્કરી કે ઘણા ન કરશે. શંખ શ્રમણોપાસક પ્રિયધર્મી છે. દઢધર્મી છે, સુદક્ષ છે અને આત્મ જાગરણથી જાગૃત છે. આમ ભગવાન મહાવીરે બીજાને પ્રેરણા આપી કે ધર્મોની નિદા–અવહેલના ન થવી જોઈએ.
ભગવાન મહાવીર પ્રેરણા કેવળ પાસે જનારને જ આપતા હતા એમ નહિ, પણ દૂર રહેનારને પણ આપતા. ઉપાસક દશાંગમાં બતાવ્યું છે કે મહાશતકછ પૌષધ કરીને બેસે છે. ત્યારે તેમની ધર્મપત્ની રેવતીની ભોગ-વિલાસની ઈચ્છા પૂરી ન થતાં તે બેફામ બને છે. તે વખતે આવેશમાં આવી પિતાના વિશિષ્ટ જ્ઞાન વડે જાણી મહાશતકજી તેને કહી બેસે છે કે “તું સાતમે દિવસે મરીને પહેલી નરકમાં જઈશ !” તેથી રેવતી ડરી, ઉદ્વિગ્ન થઈ ચિંતાસાગરમાં ડૂબી ગઈ
ભગવાન મહાવીરને આ વાતની જ્ઞાનથી ખબર પડતાં તેઓ ગૌતમ પ્રભુને મોકલે છે અને મહાશતકને આનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવાની પ્રેરણા આપે છે. આમ ઉપદેશની સાથે પ્રેરણા આપવી પણ જરૂરી છે.
આદેશ : ઉપદેશ, પ્રેરણા અને તેના અનુક્રમે આદેશ આવે છે. સામાજિક મૂલ્ય બગડતાં હોય, સંસ્કૃતિનાં તત્ત્વ નષ્ટ થતાં હોય, તે વખતે તરત ને તરત સાધુ આદેશ આપે એ વાત ઘણને વધારે પડતી લાગશે. પણ તેમ થવું જરૂરી છે. એવા ઘણું ઉદાહરણ સૂત્રોમાં જોવા મળે છે.
ઉત્તરાધ્યયન સત્રમાં સંયતિ રાજાનું વર્ણન આવે છે કે તે વનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com