________________
રાજા શ્રેણિક સાંભળે છે અને તે વહેમાય છે. સવારે ઊઠીને રાણને મારી નાખવા માટે અંતઃપુરને બાળી નાખવાને આદેશ મંત્રી અભયકુમારને આપીને ભગવાન મહાવીરના દર્શન કરવા જાય છે. ભગવાને જ્ઞાનથી જાણીને વિચાર્યું કે શ્રેણિક મગધ દેશને સમ્રાટ છે, તે જે નિર્દોષ ચલણરાણું પ્રત્યે અન્યાય કરશે તે પ્રજા પણ તેમ કરતી થઈ જશે. એ અનિષ્ટથી કૌટુંબિક કલેશા તે થશે જ બીજું પણ ભયંકર પરિણામ આવશે. એટલે જે શ્રેણિકને હું અત્યારે નહીં પ્રેરું તે મહાન અનર્થ થશે. એટલે તેઓ કહે છે કે “ચેલણ પતિવ્રતા અને શીલવતી નારી છે. એના ઉપર શંકા ન કરો, તમારી ભૂલ થાય છે એને સુધારો.” એમ કહી બધે પ્રસંગ કહી બતાવે છે. શ્રેણિક જે કે નિરાશામાં પાછા ફરે છે પણ અભયકુમારે અંતઃપુર બાળ્યો નથી જાણીને આનંદ પામે છે. તેમજ ચેલણુ પાસેથી ખરો ખુલાસો મેળવીને સંતોષ પામે છે.
બીજો પ્રસંગ પણ ખુબજ ભવ્ય છે. શ્રાવસ્તી નગરીના શંખ શ્રાવકે બીજા શ્રાવકો સાથે એ વિચાર કર્યો કે પાખીના દિવસે આપણે વિપૂલ અશનાદિ બનાવી આહાર સહિત પોષધ કરો. બધાએ સંમતિ આપી, પણ, પછીથી શંખને થયું કે પૂણું પોષધ કરે એ સારું છે. તે પ્રમાણે તે પિતાની પત્ની ઉ૫લા શ્રાવિકાને કહી પોતાની પિષધશાળામાં જાય છે.
આ તરફ શંખ ન આવતા બાકીના શ્રાવકો પોખલી શ્રાવકને તપાસ કરવા મોકલે છે. શંખ પાસેથી બધી વાત સાંભળી પખલી શ્રાવક પાછા આવીને બીજાને વાત કરે છે. બધા દેશાવકાસિક પિષધ કરે છે. શંખ ભગવાન મહાવીર સ્વામી પાસે, પિષધ પાળ એવા વિવારે સવારે દર્શન કરવા જાય છે. બીજા શ્રાવકે પણ આવે છે. દહન કરી બધા શંખને કહે છે: “તમે પિષધમાં બેસી ગયા અને અમને રખડતા રાખ્યા. અમારી લોકો ઠેકડીજ કરે ને!” આ રીતે બધા શ્રમપાસ શંખજી ઉપર દબાણ લાવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com